મિતેષ ભાટિયા, મહીસાગર: હાલ આખા રાજ્યમાં કોરોનાકાળનો કપરો સમય ચાલી રહ્યો છે દર્દીઓની સંખ્યા એટલી વધી છે કે, કોઇકનું ઓક્સિજન તો કોઇનું વેન્ટિલેટર સમયસર ન મળતા મોત નીપજે છે. ત્યારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી સરકારી જનરલ હોસ્પિટલમાં વેન્ટિલેટરો ધૂળ ખાઈ રહયા છે. ન્યૂઝ18 ગુજરાતી દ્વારા સરકારી જનરલ હૉસ્પિટલની મુલાકાત લઈ રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતો. તો ત્યાં જોવા મળ્યું કે, મેડિકલ સ્ટોરમાં વેન્ટિલેટર ધૂળ ખાઈ રહયા છે. ત્યારે બીજા વેન્ટીલેટરો આઇસોલેસનના છેલ્લા રૂમમાં આવ્યા ત્યારથી ધૂળ ખાતા જોવા મળ્યા છે.
મહીસાગર જિલ્લામાં મુખ્ય મથક ખાતે સરકાર દ્વારા મશીનરી સહિત અનેક સુવિધાઓથી સજ્જ જનરલ હોસ્પિટલ છે. પરંતુ સ્થાનિક તંત્રના ઘેર વહીવટના કારણે સુવિધાઓ હોવા છતાં દર્દીઓને સુવિધાઓ મળતી નથી. જિલ્લામાં કોરોનાના દર્દીઓનો આંક દિવસેને દિવસે સતત વધી રહયો છે. ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે દર્દીઓ હેરાન પરેશાન બન્યા છે. સરકારી જનરલ હૉસ્પિટલ ખાતે આવતા કોરોના પોઝિટિવ દર્દીઓને હૉસ્પિટલ તંત્ર દ્વારા ગંભીર દર્દીઓ હોય કે, પછી કોરોનાથી શ્વાસથી પીડાઈ રહયો હોય પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા દર્દી ને અમદાવાદ, વડોદરા ખસેડવામાં આવી રહ્યા છે.
ત્યારે દર્દીઓ અમદાવાદ અને વડોદરા ઓક્સિજન સાથે 150 કિલોમીટર સુધી જાય છે. પરંતુ ત્યાં પણ બેડ ફૂલ હોવાથી દર્દીઓને સમયે સારવાર ન મળવાથી કેટલાક દર્દીઓનાં મોત પણ થઈ રહ્યા છે. ત્યારે આ પાછળ જવાબદાર કોણ જેવા અનેક સવાલો લોકોમાં ઉભા થઇ રહ્યા છે. બીજી તરફ ખાનગી હૉસ્પિટલમાં હાઉસ ફૂલના બોર્ડ મારી દેવામાં આવ્યા અને સરકારી હૉસ્પિટલમાં માત્રને માત્ર 50 બેડનો આઇસોલેસન વોર્ડ હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
ટેબીફ્લુ નામની દવા પણ મેડિકલ સ્ટોરમાં ન હોવાથી દિન પ્રતિ દિન જિલ્લામાં પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. ત્યારે જો જિલ્લામાં જ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર