ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બફાટ કરી રહેલો પ્રોફેસર ઝડપાયો

News18 Gujarati
Updated: June 9, 2019, 4:00 PM IST
ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બફાટ કરી રહેલો પ્રોફેસર ઝડપાયો
કેયુર ઉપાધ્યાય અગાઉ પણ ચાર વાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો.

દારૂ પીધેલા પ્રાધ્યાપક કેયુર ઉપાધ્યાયનો બફાટ 'હું જશવંતસિંહ ભાભોરની કોલેજમાં છું કોઈ મારૂ કઈ ઉખાડી નહીં શકે'

  • Share this:
મિતેશ ભાટિયા, મહિસાગર : દેવોની ભાષા સંસ્કૃત વિદ્યાર્થીઓને શિખવાડતા પ્રાધ્યાપકનો શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. દાહોદ જિલ્લાની ફતેપુરા કોલેજના સંસ્કૃતના પ્રોફેસર કેયુર ઉપાધ્યાય ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં પોલીસ દ્વારા ઝડપાયો છે. કેયુરને લુણાવાડા પોલીસે જાહેરમાં બફાટ કરતા ઝડપી પાડ્યો હતો. વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા પ્રાધ્યાપકની આવી કરતુતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ કેયુર ઉપાધ્યાય અગાઉ ચાર વાર પોલીસના ચોપડે ચડ્યો હતો. નશામાં ચકચૂર આ પ્રોફેસરે બફાટ કર્યો હતો કે કે હું જશવંતસિંહ ભાભોરની કોલેજમાં નોકરી કરૂ છું, કોઈ મારૂ કંઈજ ઉખાડી નહીં શકે. સાંસદના નામે દાદાગીરી કરી રહેલા પ્રોફેસરને લુણાવાડા પોલીસે ઝડપી પાડી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આ પણ વાંચો : ઊંજા APMC ચૂંટણી : ભાજપના MLA આશા પટેલ અને ગૌરાંગ પટેલ જૂથ વચ્ચે જંગ

દાહોદ જિલ્લાના ફેતપુરામાં આવેલી કોલેજમાં નોકરી કરતો કેયુર લુણાવાડાનો રહેવાસી છે. તે ગત રાત્રીના ચિક્કાર પીધેલી હાલતમાં ઝડપાયો હતો. અગાઉ તેની સામે ચાર વખત દારૂનો કેસ નોંધાયો હતો. પોલીસે તેના પર કાર્યવાહી કરતા પ્રોફેસરની અક્કલ ઠેકાણે આવી ગઈ હતી. અગાઉ ચાર વખત દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હોવા છતાં તેને શા માટે કોલેજમાં યથાવત રખાયો તે પણ એક મોટો પ્રશ્ન છે.
First published: June 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading