Home /News /gujarat /

આખરે શંકરસિંહે પુત્ર મહેન્દ્રસિંહને બીજેપીમાં 'ગોઠવી' જ દીધા!

આખરે શંકરસિંહે પુત્ર મહેન્દ્રસિંહને બીજેપીમાં 'ગોઠવી' જ દીધા!

    અષાઢી બીજના પવિત્ર પર્વ પર ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસમાંથી અલગ થઈને નવા પક્ષની રચના કરનાર શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલા આખરે બીજેપીમાં ગોઠવાઇ ગયા છે. આજે તેમણે વિધિવત રીતે બીજેપીનો ખેસ પહેરી લીધો હતો. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની હાજરીમાં તેમને ભાજપનો કેસરી ખેસ પહેરાવ્યો હતો.

    મહેન્દ્રસિંહ વાઘેલા બાયડના પૂર્વ ધારાસભ્ય છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. એ સમયે એવા અહેવાલ વહેતા થયા હતા કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. જોકે, તેઓ ભાજપમાં જોડાયા ન હતા. બીજી તરફ તેમના પિતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે જન વિકલ્પ મોરચા નામનો નવો પક્ષ બનાવ્યો હતો અને પોતાના ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા. આ સમયે એવા અહેવાલ વહેતા થયા હતા કે શંકરસિંહે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ તેમના પુત્ર ભાજપમાં જોડાઈ જશે.

    કોંગ્રેસ ક્યારેય બેઠી નહીં થાયઃ મહેન્દ્રસિંહ વાઘેલા

    ભાજપમાં જોડાયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ક્યારેય બેઠી નહીં થાય. ભાજપમાં પોતાની ભૂમિકા અંગે તેમણે જણાવ્યું હતું કે પક્ષ જે કામગીરી સોંપશે તે કામ તેઓ કરશે. નોંધનીય છે કે જસદણના કોળી આગેવાન તેમજ કોંગ્રેસના પીઢ નેતા કુંવરજીભાઈ બાવળિયા તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. તેમને પક્ષ બદલાના ઈનામ સ્વરૂપે કેબિનેટ મંત્રીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Mahendrasinh Vaghela, Shankarsinh Vaghela, કોંગ્રેસ, જીતુ વાઘાણી, નિતિન પટેલ, ભાજપ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन