Home /News /gujarat /

ડાકોરની રથયાત્રામાં ગજરાજે માનસિક સંતુલન ગુમાવતા ભાગદોડ

ડાકોરની રથયાત્રામાં ગજરાજે માનસિક સંતુલન ગુમાવતા ભાગદોડ

હાથીએ માનસિક સંતુલન ગુમાવતા નાસભાગ મચી હતી.

યોગ્ય સમયે મહાવતે હાથી પર કાબુ મેળવ્યો, હાથી પર મહંત ગોપાલદાસજી મહારાજ સહિતના સંતો સવાર હતા.

    જનક જાગીરદાર, ખેડા : આજે અમદાવાદ શહેર સહીત દેશભરમાં ભગવાન જગન્નાથની ધામેધૂમે રથયાત્રા નીકળી હતી. દરમિયાન રાજ્યમાં પણ અનેક શહેરોમાં રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં ડાકોરની રથયાત્રામાં મોટો અકસ્માત થતા રહી ગયો હતો. ડાકોરમાં નીકળેલી રથયાત્રામાં જોડાયેલા ગજરાજે માનસિક સંતુલન ગુમાવતા થોડી વાર માટે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

    ગજરાત જ્યારે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ મહાવતે તેના પરથી કાબુ ગુમાવી દીધો હતો. ગજરાજે તેની અંબાડી પર સવાર લોકોને નીચે પછાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યોગ્ય સમયે મહાવતે કાબુ મેળવી લેતા અંબાડી પર બેસેલા લોકોનો બચાવ થયો હતો. પ્રાપ્ત અહેવાલો મુજબ અંબાડી પર ગોપાલજી મહારાજ બેસેલા હતા. હાથીએ સંતુલન ગુમાવતા થોડા વાર માટે નાસભાગ મચી ગઈ હતી.

    આ  પણ વાંચો :  જય રણછોડનાં નાદ સાથે ભગવાનનાં રથ સરસપુરથી જગન્નાથ મંદિર જવા રવાના

    હાથીની અંબાડી પર 5-6 લોકો સવાર હતા. સૌ પ્રથમ હાથીએ અંબાડી પર બેસેલા લોકોની પછાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રથયાત્રામાં સાથે એક ટીમ હાજર હતી જે હાથીને કંટ્રોલમાં રાખવાનું કામ કરી શકે તેમ હતી પરંતુ કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં જ મહાવતે કાબુ મેળવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદની રથયાત્રામાં 16 જેટલા ગજરાજો જોડાયેલા હોય તેમની કાળજી રાખવા પણ એક મોટી ટીમ સાથે જોડાયેલી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Control, Dakor, Rathyatra

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन