Home /News /gujarat /

હરિહરાનંદ મહારાજની થઇ રહી છે પૂછપરછ, જમીન વિવાદ બાબતે માનસિક દબાણ હોવાનું જણાવ્યુ

હરિહરાનંદ મહારાજની થઇ રહી છે પૂછપરછ, જમીન વિવાદ બાબતે માનસિક દબાણ હોવાનું જણાવ્યુ

ભારતી મહારાજ નાસિકમાં છે તે અંગેની માહિતી ભારતી આશ્રમ સાથે સંકળાયેલા વ્યક્તિએ આપી હતી.

Vadodara News: ભારતી મહારાજ નાસિકમાં છે તે અંગેની માહિતી ભારતી આશ્રમ સાથે સંકળાયેલા વ્યક્તિએ આપી હતી.

    વડોદરા: ભારતી આશ્રમના (Bharti Ashram) ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતી મહારાજ (Mahamandaleshwar Swami Hariharanand Bharti Maharaj) 30મી તારીખથી રહસ્યમ્ય સંજોગોમાં ગૂમ થયા હતા. તેમને મહારાષ્ટ્રના નાસિકમાંથી હાલ વડોદરા ક્રાઇમ બ્રાંચની (Vadodara Crime Branch) ઓફિસમાં લાવવામા આવ્યા છે. જે બાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભારતી મહારાજ નાસિકમાં છે તે અંગેની માહિતી ભારતી આશ્રમ સાથે સંકળાયેલા વ્યક્તિએ આપી હતી.

    ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ શું કહ્યુ?

    વડોદરા ક્રાઈમ બ્રાંચના અધિકારીએ જણાવ્યુ હતુ કે, જમીન વિવાદ બાબતે માનસિક દબાણ હોવાથી આશ્રમ છોડી જતા રહ્યા હોવાની વાત કરી છે. હરિહરાનંદ બાપુને તેમના સેવકો એ જ નાસિક પાસેથી શોધી કાઢ્યા છે. બાપુ આશ્રમના વિવાદને લઈને દુઃખી હોવાથી આશ્રમ છોડી નીકળી ગયા હતા. આશ્રમની જમીન મામલે જે વિવાદ છે, તેની તપાસ જુનાગઢ અથવા તો સરખેજ અમદાવાદ આશ્રમથી કરવામાં આવે તેવું જણાવ્યુ છે. વડોદરામાં માત્ર હરિહરાનંદજી બાપુ ગુમ થયા હતા અને તેમને શોધી લાવવામાં આવ્યા છે. તેની તપાસ કરવામાં આવશે. DCP ઝોન 3 યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, હરિહરાનંદજી બાપુ વડોદરાથી એક ટેમ્પોમાં બેસીને નાસિક ગયા હતા. તેમને કોઇ રાજકીય દબાણની વાત કરી નથી



    મહારાષ્ટ્રથી સલામત રીતે લવાયા

    વડોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે, હરિહરાનંદ ભારતી મહારાજ મહારાષ્ટ્રના નાસિકમાં સલામત છે. તેઓને હાલ મહારાષ્ટ્રથી એક ટેક્સીમાં વડોદરા લાવવામાં આવી રહ્યા છે. આ માહિતી ભારતી આશ્રમ સાથે સંકળાયેલા વ્યક્તિએ આ માહિતી આપી હતી. ગરુડેશ્વરના ગોરા ગામ ખાતે આવેલા શ્રી ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતીજી મહારાજ હાઇવે પર કપુરાઈ ચોકડીથી રહસ્યમય સંજોગોમાં ગૂમ થયા હતા. પોલીસે ચેક કરેલા સીસીટીવી ફૂટેજમાં સાધુ કપુરાઇ બ્રિજથી તરસાલી તરફ ચાલતા જતા દેખાઇ રહ્યા હતા. ત્યારબાદ આગળના કોઇ સીસીટીવી ફૂટેજમાં તેઓ દેખાતા નથી. તેઓ કોઇ વાહનમાં બેસી ગયા હોય કે પછી કપુરાઇ બ્રિજથી તરસાલી બ્રિજની વચ્ચે કોઇ રોડ પર થઇને અન્ય કોઈ સ્થળે જતા રહ્યા હોવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. પરંતુ હવે તેમની ભાળ મળી ગઇ છે.



    સીસીટીવીમાં દેખાયા હતા

    તપાસ દરમિયાન એવી વિગતો સામે આવ હતી કે, તેઓ વડોદરા નજીકની કપુરાઇ ચોકડી પાસે રુદ્રાક્ષ હાઇટમાં રહેતા સેવક રાકેશભાઇ રસિકભાઇ ડોડિયાના ઘરે ભોજન કરવા ગયા હતા. જે બાદ મહારાજ અન્ય સેવક કાળુભાઇની સાથે જવાના હતા. સેવક રાકેશભાઇ કારમાં મહારાજને કપુરાઇ ચોકડી હનુમાન દાદાની ડેરી પાસે છોડી આવ્યા હતા. ત્યારબાદ સેવક રાકેશભાઇ થોડીવાર ઉભા રહ્યા હતા. મહારાજે તેમને જવાનું કહેતા તેઓ જતા રહ્યા હતા. તે પછી મહારાજ બ્રિજ તરફ નીકળ્યા હતા. ત્યારબાદ તેઓનો કોઇ પત્તો ભાળ મળી નથી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, વડોદરા સમાચાર

    આગામી સમાચાર