Home /News /gujarat /

ભાજપનાં જાદુગરો કરશે ચૂંટણી પ્રચાર, ગણાવશે મોદી સરકારનાં કામો

ભાજપનાં જાદુગરો કરશે ચૂંટણી પ્રચાર, ગણાવશે મોદી સરકારનાં કામો

બીજેપીને જીતાડવા માટે જાદુગરોની ટીમો ઉતારી દીધી છે.

દિલ્હીથી આવેલા ફીર સે એક બાર મોદી સરકાર- મે ભી ચૌકીદાર થીમ લાઈનવાળા ડિજીટલ એલઈડી રથ કોબા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલયથી 26 લોકસભા મતક્ષેત્રોમાં મોકલવામાં આવ્યા હતા.

  ન્યૂઝ 18 ગુજરાતી: આખા દેશમાં અત્યારે ચૂંટણીની લહેર ચાલી રહી છે. ત્યારે વિવિધ પક્ષો અલગ અલગ રીતે ચૂંટણી પ્રચાર કરીને લોકોને આકર્ષી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં બીજેપીને જીતાડવા માટે જાદુગરોની ટીમો ઉતારવામાં આવી છે. જાદુના ખેલ ઉપરાંત ચૂંટણી પ્રચારમાં લોકોનું ધ્યાન આક્રષિત કરવા ભાજપે ડીજે મ્યુઝિક સાથે ડાન્સર પાર્ટીઓને પણ પ્રત્યેક લોકસભા મતક્ષેત્રમાં મોકલી છે.

  ગત વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે મતદારોને આકર્ષવા માટે જાદુગરોની ટીમ ઉતારી હતી. તેવી જ રીતે આ વખતે પણ એ ટીમ આવી ગઇ છે. ભાજપનાં જાદુગરો ગ્રામ્ય વિસ્તારોમાં જઈને જાદુના ખેલ કરીને કેન્દ્ર સરકારની માહિતી મતદારો સુધી પહોંચાડશે. દિલ્હીથી આવેલા ફીર સે એક બાર મોદી સરકાર- મે ભી ચૌકીદાર થીમ લાઈનવાળા ડિજીટલ એલઈડી રથ કોબા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલયથી 26 લોકસભા મતક્ષેત્રોમાં રવિવારે મોકલવામાં આવ્યા હતા. જેમાં પીએમ મોદીનો 17 મિનિટનો વીડિયો પણ સામેલ કરવામાં આવ્યો છે.

  ભાજપે 50,128 મતદાન બુથમાં 51 પ્રકારની વસ્તુઓ ધરાવતા પ્રચાર સાહિત્યની કિટો મોકલી છે. લોકોનું ધ્યાન આકર્ષવા માટે જાદુગરોની ટીમ, એલઈડી ટીવી સાથેના ૫૨ રથો ઉપરાંત 13 જેટલા ડાન્સિંગ મ્યુઝીકલ થીમલાઈન ઉપર શાકમાર્કેટ, મોલ સહિતના જાહેર સ્થળોએ કાર્યક્રમો યોજાવાનું શરૂ કર્યુ હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.

  મહત્વનું છે કે ભાજપ દ્વારા રાજ્યની 26 બેઠકો પર પ્રચારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભાજપના સ્ટાર પ્રચારકો દ્વારા ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. આગામી 15 એપ્રિલ સુધી 20 કરતાં વધુ સ્ટાર પ્રચારકો ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે. ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય સહિત રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ, નિર્મલા સીતારામણ, અરુણ જેટલી, નીતિન ગટકરી વગરે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. ચૂંટણી પ્રચારમાં રાજ્યની 26 લોકસભા બેઠકો આવરી લેવામાં આવશે અને લોકસભા સીટોના મુખ્ય શહેરોમાં જાહેર સભાઓ યોજાશે. સાથે જ રાજ્યના મંત્રીઓ પણ પ્રચારમાં જોડાશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gandhinagar S06p06, Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, North Gujarat Lok Sabha Elections 2019, અમદાવાદ, ગુજરાત, ભાજપ

  આગામી સમાચાર