જેલનું નામ સાંભળતા જ એક વિચિત્ર ડર મનમાં આવી જાય છે અને જો કોઇ એક કહી દે કે, હત્યા જેવા ગંભીર ગુન્હામાં કેદીઓને મળવું હોય તો ડરના મારે હાલત ખરાબ થઇ જાય.
જેલનું નામ સાંભળતા જ એક વિચિત્ર ડર મનમાં આવી જાય છે અને જો કોઇ એક કહી દે કે, હત્યા જેવા ગંભીર ગુન્હામાં કેદીઓને મળવું હોય તો ડરના મારે હાલત ખરાબ થઇ જાય.
મધ્યપ્રદેશ# જેલનું નામ સાંભળતા જ એક વિચિત્ર ડર મનમાં આવી જાય છે અને જો કોઇ એક કહી દે કે, હત્યા જેવા ગંભીર ગુન્હામાં કેદીઓને મળવું હોય તો ડરના મારે હાલત ખરાબ થઇ જાય.
પરંતુ એમપી ની એક જેલમાં હાલત કઇક અલગ છે. અહીંયા પર જો તમે કોઇ કેદી સાથે મુલાકાત કરો તો તે આપને કડકડાટ અંગ્રેજીમાં જવાબ આપતા નજર આવશે. એટલું જ નહીં અહીંયાના ઘણા કેદીઓ તો MBA જેવી ડિગ્રીઓ માટે એપ્લાય કરી તેની તૈયારીમાં લાગ્યા છે.
વાસ્તવમાં, આ સમગ્ર મામલો છે ઇન્ડોર સેન્ટ્રલ જેલનો, જ્યાં ના કેદી કડકડાટ ઇગ્લિશ બોલે છે અને તેમાંથી અમુક કેદી તો બાકી કેદીઓને ભણાવે પણ છે. આ કેદીઓમાં કોઇ B.COM, M.COM અને અમુક તો MBAની તૈયારી કરી રહ્યાં છે.
જેલ પ્રશાસન પણ આ કેદીઓને સૂંપર્ણ સાથ આપતા તેઓને અભ્યાસ માટે નવા અવસર આપી રહ્યાં છે. આ માટે જેલ માંજ એક અલગથી ક્લાસરૂમ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં પર ક્લાસ લાગે છે.
જેલમાં અભ્યાસ કરવા માટે NGOના શિક્ષક આવે છે. આ શિક્ષકોની ફીસ પણ કેદીઓ જાતે જ ચૂક્વે છે. તો, જેલના જેલર પણ પોતાની સેલેરી માંથી કેદીઓના અભ્યાસ માટે સ્ટેશનરીના પૈસા આપે છે. આ સમયે વિવિધ વિષયોને ભણાવવા માટે આશરે 12 શિક્ષકો આવી રહ્યાં છે.
આ જેલમાં 250 કેદીઓએ ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધુ છે અને 350 કેદી ધોરણ-8, 10 અને 12નો અભ્યાસ કરી રહ્યાં છે. તો આશરે 700 કેદીઓ પ્રારંભિક અભ્યાસ લઇ રહ્યાં છે.