Home /News /gujarat /ઉત્તરપ્રદેશ: બીજા ગઠબંધન પર પૂર્ણવિરામ, અખિલેશની સાયકલ પર નહીં બેસે માયાવતી

ઉત્તરપ્રદેશ: બીજા ગઠબંધન પર પૂર્ણવિરામ, અખિલેશની સાયકલ પર નહીં બેસે માયાવતી

ઉત્તરપ્રદેશ ચૂંટણીના પરિણામ આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે એવામાં તમામ પાર્ટીઓ પોતાના પત્તા ખુલ્લા કરી રહ્યા છે. એક્ઝિટ પોલમાં ભાજપ મોટી પાર્ટી તરીકે ઉભરી આવતાં સત્તાધીશ પાર્ટીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપને સત્તામાં આવતું રોકવા માટે માયાવતી સાથે બેસવાની પણ વાત કરી હતી. જોકે રાજ્યમાં બીજા ગઠબંધનની આ શક્યતા પર પૂર્ણવિરામ મુકાયું છે. માયાવતીએ અખિલેશ યાદવની સાયકલ પર સવારી કરવાનો નનૈયો ભણ્યો છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી #ઉત્તરપ્રદેશ ચૂંટણીના પરિણામ આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે એવામાં તમામ પાર્ટીઓ પોતાના પત્તા ખુલ્લા કરી રહ્યા છે. એક્ઝિટ પોલમાં ભાજપ મોટી પાર્ટી તરીકે ઉભરી આવતાં સત્તાધીશ પાર્ટીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપને સત્તામાં આવતું રોકવા માટે માયાવતી સાથે બેસવાની પણ વાત કરી હતી. જોકે રાજ્યમાં બીજા ગઠબંધનની આ શક્યતા પર પૂર્ણવિરામ મુકાયું છે. માયાવતીએ અખિલેશ યાદવની સાયકલ પર સવારી કરવાનો નનૈયો ભણ્યો છે.

  બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ હાલમાં આ મામલે ગઠબંધન કરવાનો કે સમાજવાદી પાર્ટી સાથે બેસવા અંગે ઇન્કાર કર્યો છે. માયાવતીએ કહ્યું કે, તેઓ પરિણામની રાહ જોઇ રહ્યા છે. એ બાદ જ કોઇ પણ નિર્ણય લેવા અંગે વિચારશે.

  અખિલેશ યાદવે બીજા ગઠબંધન તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે, જો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધને બહુમત નથી મળતો તો તે બહુજન સમાજવાદી પાર્ટી સાથે હાથ મીલાવી શકે છે. એવામાં રાજકીય પંડિતોનું કહેવું છે કે, ચૂંટણીના પરિણામો ચોંકાવનારા હોઇ શકે છે. જેનાથી રાજ્યનું રાજકીય ચિત્ર બદલાઇ શકે છે.

  અખિલેશ યાદવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જો યૂપી વિધાનસભામાં એમના ગઠબંધનને બહુમત નથી મળતો તો તે બસપા સાથે જવા તૈયાર છે. એક સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, જો સરકાર માટે જરૂર પડશે તો તેઓ રાષ્ટ્રપતિ શાસન નહીં લાદવા દે, અમે નથી ઇચ્છતા કે યૂપીને ભાજપ રિમોટ કંટ્રોલથી ચલાવે.
  First published:

  Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ ચૂંટણી પરિણામ 2017, ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી, ગુજરાતી સમાચાર, બસપા, ભાજપ, માયાવતી, સમાજવાદી પાર્ટી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો