યૂપીના પૂર્વ મંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા ગાયત્રી પ્રસાદ પ્રજાપતિને લખનૌથી પોલીસે ધરપકડ કરી છે. ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ સામે ગેંગ રેપનો આરોપ છે. સપાના આ નેતાને લખનૌથી આલમબાગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છએ.

લખનૌ #યૂપીના પૂર્વ મંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા ગાયત્રી પ્રસાદ પ્રજાપતિને લખનૌથી પોલીસે ધરપકડ કરી છે. ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ સામે ગેંગ રેપનો આરોપ છે. સપાના આ નેતાને લખનૌથી આલમબાગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છએ.
યૂપીના એડીજી કાયદો અને વ્યવસ્થા દલજીત ચૌધરીએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં આને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલામાં તમામ સાત આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. સત્વરે એમને કોર્ટમાં રજુ કરવામાં આવશે.
ગેંગરેપ મામલે કેસ નોંધાતાં ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતા. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. જ્યાં કોર્ટે ગાયત્રી પ્રજાપતિની ધરપકડ કરવા માટે આદેશ કરાયો હતો.
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ગાયત્રી પ્રજાપતિનો આ મામલો ઘણો ચર્ચાસ્પદ રહ્યો હતો. ભાજપે કહ્યું હતું કે, જો એમની સરકાર બને છે તો ઝડપથી ગાયત્રી પ્રજાપતિને જેલમાં મોકલાશે. હવે યૂપી ચૂંટણી બાદ સ્થિતિ ઝડપથી બદલાઇ શકે છે. ગાયત્રીની ધરપકડ એ યૂપી પોલીસની મોટી સફળતા માનવામાં આવે છે.