Home /News /gujarat /

LRD પેપર લીક: ફરીથી દ.ભારતના નેતાની પ્રિન્ટીંગ પ્રેસમાં જ છપાશે પ્રશ્નપત્ર?

LRD પેપર લીક: ફરીથી દ.ભારતના નેતાની પ્રિન્ટીંગ પ્રેસમાં જ છપાશે પ્રશ્નપત્ર?

પેપર લીક થતા આ પરીક્ષા ફરી વખત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો

આ પરીક્ષા ફરીથી 6 જાન્યુઆરી 2019, રવિવારના દિવસે લેવામાં આવશે તેવી પોલીસ ભરતી બોર્ડ તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે.

    લોકરક્ષક ભરતી પરીક્ષાના પેપર લીક થવાના વિવાદાસ્પદ પ્રકરણમાં પરીક્ષાનું પ્રશ્નપત્ર દક્ષિણ ભારતના ભાજપના મોટા નેતાના પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયાની વાતે જોર પકડ્યું છે. ત્યારે પ્રબળ ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે આગામી પરીક્ષાનાં પ્રશ્નપત્ર પણ તે જ પ્રિન્ટીંગ પ્રેસમાં છપાશે. નોંધનીય છે કે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે, 'લીક પેપર પ્રિન્ટંગ એજન્સી મારફતે જ દિલ્હી પહોંચ્યું હતું.'

    પેપર લીક થતા આ પરીક્ષા ફરી વખત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પરીક્ષા 6 જાન્યુઆરી 2019, રવિવારના દિવસે લેવામાં આવશે તેવી પોલીસ ભરતી બોર્ડ તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે.

    આ પણ વાંચો: લોક રક્ષક દળની પરીક્ષાનાં કોલ લેટર્સ ટૂંક સમયમાં ઇશ્યૂ થશે: વિકાસ સહાય

    સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોઇપણ સરકારી કામ માટે ટેન્ડર આપવામાં આવે છે. જો ફૂંટેલા પ્રશ્નપત્ર માટે ફરીથી ટેન્ડર પ્રક્રિયા થાય તો તેમાં ઘણો જ સમય લાગી શકે છે. જેના કારણે વિદ્યાર્થીઓનો સમય ન બગડે અને કોઇ વધારે વિવાદ ન થાય તે માટે જૂના કોન્ટ્રાક્ટરને જ પેપર છાપવાનું કામ આપવામાં આવે તેવી નક્કર શક્યતાઓ છે.

    આ પણ વાંચો: પેપર લીકઃ યશપાલને આવ્યો હતો આત્મહત્યાનો વિચાર, આરોપીઓ 'બ્લેકલિસ્ટ'

    ગઇકાલે એસપી મયૂર ચાવડાએ માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદથી 20થી 25 પરિક્ષાર્થીઓ દિલ્હી ગયા હતા, આ લોકોની સાથે મુખ્ય સૂત્રધાર યશપાલ સિંહ પણ ગયો હતો. આ લોકોને દિલ્હીમાં અલગ અલગ પાંચ ગ્રુપમાં વહેચી દિલ્હીની અવાવરૂ જગ્યાઓ પર લઈ જવામાં આવ્યા હતા. જેમ કે ગેરેજ, બંધ મકાન વગેરે. આ લોકોને પેપરની આન્સર શીટ વાંચવા આપવામાં આવી હતી, જ્યારે યશપાલને તેની જવાબવહી લખવા દેવામાં આવી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Lok Rakshak Dal, LRD, LRD exam, Paper leak, ભાજપ

    આગામી સમાચાર