Home /News /gujarat /

'યશપાલસિંહ છે મુખ્ય સૂત્રધાર, પેપર દિલ્હીથી ફૂટ્યું '

'યશપાલસિંહ છે મુખ્ય સૂત્રધાર, પેપર દિલ્હીથી ફૂટ્યું '

મનહર પટેલ અને મુકેશ ચૌધરી બંને ભાજપના હોદ્દેદારો કે કાર્યકરો છે. મનહર પટેલ ટેટની પરીક્ષામાં પણ પેપર ફોડવામાં શામેલ હતો. એટલું જ નહિ, 'ટેટ' ની પરીક્ષાનું પેપર પણ રાજ્યની બહારથી જ ફૂટ્યું હોવાનું સામે આવ્યું હતું

મનહર પટેલ અને મુકેશ ચૌધરી બંને ભાજપના હોદ્દેદારો કે કાર્યકરો છે. મનહર પટેલ ટેટની પરીક્ષામાં પણ પેપર ફોડવામાં શામેલ હતો. એટલું જ નહિ, 'ટેટ' ની પરીક્ષાનું પેપર પણ રાજ્યની બહારથી જ ફૂટ્યું હોવાનું સામે આવ્યું હતું

  ન્યૂઝ 18 ગુજરાતી :

  લોકરક્ષક દળ (LRD ) વર્ગ-3ની 9713 જગ્યાઓ માટે રાજ્યભરના 29 કેન્દ્રો ખાતે ગતરોજ એટલકે 2 ડિસેમ્બર, 2018ના રોજ લેવાનારી પરીક્ષાનું પેપર પરીક્ષા શરુ થતાના એક કલાક પહેલાજ ફૂટી જતા આ આ પરીક્ષામાં બેસનારા લગભગ 8,76,356 ઉમેદવારો સહીત રાજ્યભરમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

  ભારે મુશ્કેલીનો સામનો કરી, રોજગારીના સ્વપ્નો જોતા લાખો આશાસ્પદ ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં થતા સરકારની આ ક્રૂરતા સામે પ્રજા અને ખાસ કરીને યુવાન ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠવો સ્વાભાવિક છે !

  ગઈકાલ બપોરથી આજદિન સુધીના આ ઘટનાક્રમમાં રાજ્યમાં ઠેર-ઠેર વ્યાપક રોષ ફેલાવાને કારણે રાજ્યસરકારે તાત્કાલિક ધોરણે આ મામલે તપાસ કરવાની ફરજ પડી હતી.

  આ મુદ્દે આજે બપોરે ગાંધીનગરના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ મયુર ચાવડાએ એક પ્રેસ કોંફ્રેન્સ સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાક્રમમાં મુખ્ય સૂત્રધાર તરીકે યશપાલસિંહ સોલંકીનું નામ સામે આવે છે. ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. વળી, આ મામલે ભરતી બોર્ડના કોઈપણ કર્મચારીની સામેલગીરી હજુ સુધી સામે આવી નથી. ઉલટું, ભરતી બોર્ડ દ્વારા જ ફરિયાદ દાખલ કરીને આ મામલે તપાસ કરવાનું જણાવાયું હતું.

  આ સમગ્ર ઘટનાક્રમમાં ગાંધીનગરના વાયરલેસ પીએસઆઇ પ્રેમજી પટેલ, રૂપલ શર્મા, મુકેશ ચૌધરી અને મનહર પટેલની પોલીસે અત્યારસુધીમાં ધરપકડ કરી લીધી છે.

  યશપાલસિંહ સોલંકી, જે મૂળે લુણાવાડા (પંચમહાલ) નો છે અને હાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હંગામી કર્મચારી તરીકે કાર્યરત છે તેણે આ પેપરને ફોડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે. 29-30 નવેમ્બરે આ પેપર યશપાલસિંહ દિલ્હીથી ખાસ ફ્લાઈટમાં જઈને લઇ આવ્યો હતો. આ સાથે તે પેપરમાં પુછાયેલા પ્રશ્નોની 'એન્સર-કી' પણ લઇ આવ્યો હતો અને તેણે આ કી સાથેનું પેપર મનહર પટેલની આપ્યું હતું.

  મનહર પટેલે આ પેપર તેના મળતિયા જયેશને આપ્યું હતું. જયેશ બાદ રૂપલ પાસે આ પેપર આવ્યું હતું। પોલીસના જણાવ્યા અનુસાર રૂપલ પણ આ પરીક્ષાની એક ઉમેદવાર હતી, જે ગાંધીનગરની એક હોસ્ટેલમાં રહે છે અને તેના પિતાજી પૂર્વ પીએસઆઇ રહી ચુક્યા છે. રૂપલ પાસે આ પેપર અને કી જોવા માટે સવારે 8-10 ઉમેદવારો આવ્યા હતા તેવું પણ પોલીસના ધ્યાને આવ્યું છે. આ મામલામાં હોસ્ટેલના સંચાલકની ભૂમિકા રહી છે કે નહિ તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

  આ સમગ્ર ઘટનાક્રમમાં યશપાલસિંહનું લોકેશન પોલીસે ટ્રેસ કરી લીધું હોવાનું પોલીસે જણાવ્યું હતું। જયારે વાયરલેસ પીએસઆઇ પટેલની તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે અને યશપાલને પણ નોકરીમાંથી છુટા કરવા માટેની પ્રક્રિયા આરંભી દેવાઈ છે. આ તપાસમાં રાજ્ય પોલીસ વડાની સૂચનાથી ગાંધીનગર પોલીસ, એન્ટી ટેરોરિસ્ટ સ્કોડ સહિતની તપાસ સંસ્થાઓ જોડાઈ છે.

  એક ચર્ચા મુજબ મનહર પટેલ અને મુકેશ ચૌધરી બંને ભાજપના હોદ્દેદારો કે કાર્યકરો છે. પ્રાપ્ત માહિતી મુજબ મનહર પટેલ થોડા સમય પૂર્વે શિક્ષકો માટે લેવાયેલી ટેટની પરીક્ષામાં પણ પેપર ફોડવામાં શામેલ હતો. એટલું જ નહિ, 'ટેટ' ની પરીક્ષાનું પેપર પણ રાજ્યની બહારથી જ ફૂટ્યું હોવાનું સામે આવ્યું હતું

  (ક્રિએટિવ સાભાર : મુકુંદ પંડ્યા)
  Published by:sanjay kachot
  First published:

  Tags: Arrest, Four accused, LRD paper leak, Yashpalsinh Solanki

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन