Home /News /gujarat /

LRD પેપરલીકઃ જાણો પરીક્ષા વિભાગની તૈયારી અને STએ શું કર્યો અનુરોધ?

LRD પેપરલીકઃ જાણો પરીક્ષા વિભાગની તૈયારી અને STએ શું કર્યો અનુરોધ?

અમદાવાદ જિલ્લામાં શરૂ નહીં થાય સેવા : હાલના તબક્કે સમગ્ર અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકીના તમામ જીલ્લાઓમાં નિગમના નોર્મલ સંચાલનના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવશે. ગાંધીનગર શહેરથી અમદાવાદ શહેર વચ્ચે સંચાલન બંધ રાખવામાં આવશે. આંતર રાજ્ય સંચાલન સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે. એટલે કે ગુજરાત બહાર એસટીની બસો નહીં જાય.

    લોક રક્ષક દળનું પેપર લીક થતાં હવે આગામી 6 તારીખે પરીક્ષા યોજાનાર છે, આ માટે પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ થઇ ગઇ છે, ઉમેદવારો શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે અનેક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં કોલ લેટર ડાઉનલોડ કરવાથી લઇને આવવા-જવાની વ્યવસ્થાઓ સામેલ છે.

    અહીં ક્લિક કરી વાંચો મોદી સરકાર લાવી રહી છે સોના સાથે જોડાયેલી આ નવી સ્કીમ્સ, જાણો તમને શું ફાયદો થશે?

    ગાંધીનગર ખાતે લોક રક્ષક ભરતી સમિતિના અધ્યક્ષ વિકાસ સહાય દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવી યોજાનાર LRD પરીક્ષા અંગે ઉમેદવારો માટે કરવામાં આવેલી તૈયારી અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે 6 જાન્યુઆરીએ 11થી 12 વાગ્યે લેખિત પરીક્ષા યોજાશે. જેમાં 876000 ઉમેદવારો પરીક્ષામાં બેસશે. સાથે જ ઉમેદવારોને કોલ લેટર વહેલી તકે ડાઉનલોડ કરી લેવા અનુરોધ કરાયો છે.

    તો વિકાસ સહાયએ જણાવ્યં કે ગઇ વખતે જે પ્રકારે દુઃખદ ઘટના બની તેની ગુજરાત પોલીસે તપાસ કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે, પેપર લીકના સૂત્રધારો પકડાઇ ચૂક્યા છે. પ્રિન્ટિંગ પ્રેસની ભૂલ ન થાય તે માટે આ વખતે ખાસ પગલા લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને સ્ટ્રોંગ રૂપ ટ્રાન્સપોર્ટેશન સહિતની બાબતો પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો પરીક્ષા દરમિયાન બરોડની મેરેથોન હોય કે UPSCની પરીક્ષા સહિત તમામ બાબતોને ધ્યાને રાખી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

    ST વિભાગે વિદ્યાર્થીઓને કર્યો અનુરોધ

    તો પેપર લીક થયા બાદ ફરી પરીક્ષા આપવા માટે રાજ્ય સરકારે બસની સુવિધા પૂરી પાડી છે, જેમાં ઉમેદવારો હોલ ટિકિટ બતાવી ST બસમાં મુસાફરી કરી શકશે. જેને લઇને ST વિભાગે ઉમેદવારોને એડવાન્સ બૂકિંગ કરવા માટે ખાસ અનુરોધ કર્યો છે. પરીક્ષાર્થીઓની સરળતા માટે ST વિભાગે એડવાન્સ બૂકિંગ સેન્ટર શરૂ કર્યા છે. અત્યારસુધીમાં 31648 પરીક્ષાર્થીઓએ બૂકિંગ કરાવી લીધું છે. નિગમ સીડ્યુલ ટ્રીપ ઉપરાંત 2162 નવી ટ્રીપ શરૂ કરવામાં આવશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Department, Exam, GSRTC, LRD, Paper leak, Ready, ગુજરાત

    આગામી સમાચાર