Home /News /gujarat /

LRD પેપર લીક: દિલ્હી ગેંગના બે આરોપીને કોર્ટમાં રજૂ કરાયા

LRD પેપર લીક: દિલ્હી ગેંગના બે આરોપીને કોર્ટમાં રજૂ કરાયા

paper leak

ષડયંત્રના આયોજન મુજબ, પરિક્ષાર્થીઓને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને અલગ અલગ જગ્યા પર લઈ જઈ પેપર બતાવવામાં આવ્યા હતા.

    લોક રક્ષક દળ પરીક્ષાના પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે દિલ્હી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

    પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસે ગઈકાલે દિલ્હી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ બંને આરોપીઓને પોલીસે આજે કોર્ટમાં હાજર કર્યા છે. આ આરોપીમાં એકનું નામ છે અશોક સાહુ અને બીજો છે વીનિત માથુર. પોલીસે આરોપીઓની ધરપકડની માહિતી આપવા માટે ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં પોલીસે જણાવ્યું હતું કે, પેપર લીક કરવા માટેનું પુરૂ ષડયંત્ર અમદાવાદમાં જ રચવામાં આવ્યું હતું.

    ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ જણાવ્યું કે, પેપર લીક મામલે ગુજરાતની જે પોલીસની ટીમ મધ્યપ્રદેશ દિલ્હીમાં છે તેને મોટી સફળતા મળી છે. આ મામલાના બે મુખ્ય આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે. એકનું નામ છે વિનિત માથુર જે દિલ્હીનો રહેવાસી છે. બીજો છે અશોક સાહુ, જેને મધ્યપ્રદેશથી લાવવામાં આવી રહ્યો છે.

    પોલીસે આ મામલે વિગત આપતા જણાવ્યું કે, પકડવામાં આવેલા આરોપીઓમાં વિનિત માથુરે જ્યાં પરિક્ષાર્થીઓને દિલ્હીમાં ક્યાં અને કેવી રીતે લઈને રાખવા તેની તમામ વ્યવસ્થા ગોઠવી હતી, જ્યારે અશોક સાહુ પણ પેપર લીક મામલે મુખ્ય આરોપી છે, તેવું સામે આવ્યું છે.

    પોલીસે પૂરી વિગત આપતા જણાવ્યું કે, વિનિતની પૂછપરછ દ્વારા સામે આવ્યું છે કે, પેપર લીક કૌભાંડ માટે સૌપ્રથમ 28 તારીખે કૌભાંડીઓની મીટિંગ 28 તારીખે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હોટલ વાઈસ પ્રેસિડેન્ટમાં થઈ હતી. આ મીટિંગમાં ગુજરાતના ઈન્દર, નીલેશ દીલીપભાઈ ચૌહાણ (વડોદરા), સુરેશકુમાર ડાહ્યાલાલ પંડ્યા (નવા નરોડા), અશ્વિન પરમાર (દસક્રોઈ) અને દિલ્હી ગેંગના મનીષ સિંગ બલવંત સિંગ શર્મા (ઝઝર-હરિયાણા), અશોક સાહુ (મધ્ય પ્રદેશ), વિનિત માથુર (દિલ્હી) સહિત અન્ય ચાર પાંચ આવ્યા હતા. આ તમામ લોકોએ પેપર લીક માટેનું આખુ ષડયંત્ર અહીં રચ્યું, સાથે પેપરની કિંમત નક્કી કરી, અને કેવી રીતે પરિક્ષાર્થીઓને પેપર પહોંચાડવું તે બધુ જ આ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું. ષડયંત્રના આયોજન મુજબ, પરિક્ષાર્થીઓને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને અલગ અલગ જગ્યા પર લઈ જઈ પેપર બતાવવામાં આવ્યા હતા.

    ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ જણાવ્યું કે, પેપર લીક મામલે ગુજરાતની જે પોલીસની ટીમ મધ્યપ્રદેશ દિલ્હીમાં છે તેને મોટી સફળતા મળી છે. આ મામલાના બે મુખ્ય આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે. એકનું નામ છે વિનિત માથુર જે દિલ્હીનો રહેવાસી છે. બીજો છે અશોક સાહુ, જેને મધ્યપ્રદેશથી લાવવામાં આવી રહ્યો છે.

    પોલીસે આ મામલે વિગત આપતા જણાવ્યું કે, પકડવામાં આવેલા આરોપીઓમાં વિનિત માથુરે જ્યાં પરિક્ષાર્થીઓને દિલ્હીમાં ક્યાં અને કેવી રીતે લઈને રાખવા તેની તમામ વ્યવસ્થા ગોઠવી હતી, જ્યારે અશોક સાહુ પણ પેપર લીક મામલે મુખ્ય આરોપી છે, તેવું સામે આવ્યું છે.

    પોલીસે પૂરી વિગત આપતા જણાવ્યું કે, વિનિતની પૂછપરછ દ્વારા સામે આવ્યું છે કે, પેપર લીક કૌભાંડ માટે સૌપ્રથમ 28 તારીખે કૌભાંડીઓની મીટિંગ 28 તારીખે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હોટલ વાઈસ પ્રેસિડેન્ટમાં થઈ હતી. આ મીટિંગમાં ગુજરાતના ઈન્દર, નીલેશ દીલીપભાઈ ચૌહાણ (વડોદરા), સુરેશકુમાર ડાહ્યાલાલ પંડ્યા (નવા નરોડા), અશ્વિન પરમાર (દસક્રોઈ) અને દિલ્હી ગેંગના મનીષ સિંગ બલવંત સિંગ શર્મા (ઝઝર-હરિયાણા), અશોક સાહુ (મધ્ય પ્રદેશ), વિનિત માથુર (દિલ્હી) સહિત અન્ય ચાર પાંચ આવ્યા હતા. આ તમામ લોકોએ પેપર લીક માટેનું આખુ ષડયેત્ર અહીં રચ્યું, સાથે પેપરની કિંમત નક્કી કરી, અને કેવી રીતે પરિક્ષાર્થીઓને પેપર પહોંચાડવું તે બધુ જ આ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું. ષડયંત્રના આયોજન મુજબ, પરિક્ષાર્થીઓને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને અલગ અલગ જગ્યા પર લઈ જઈ પેપર બતાવવામાં આવ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: LRD paper leak case, કોર્ટ

    આગામી સમાચાર