Home /News /gujarat /

EXCLUSIVE: LRDના પેપરની પ્રિન્ટિંગ પ્રેસમાંથી ચોરીના CCTV

EXCLUSIVE: LRDના પેપરની પ્રિન્ટિંગ પ્રેસમાંથી ચોરીના CCTV

    હર્મેશ સુખડિયા, અમદાવાદ

    બુધવારે ગુજરાત પોલીસ LRD પેપર લીક કાંડનો સમગ્ર કેસ ઉકેલી લીધો છે, પોલીસ મુખ્ય સૂત્રધાર સુધી પણ પહોંચી ગઇ છે, ત્યારે તપાસમાં પોલીસે પ્રિન્ટિંગ પ્રેસના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે, જેમાં એક શખ્સ પેપરની ચોરી કરતો નજરે પડી રહ્યો છે.

    ગુજરાતમાં લોકરક્ષકની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના કારણે પરીક્ષા તાત્કાલિક રદ કરવામાં આવી હતી જેથી નવ લાખ જેટલા પરીક્ષાર્થીઓને હેરાન થવાનો વારો આવ્યો હતો. આખરે આ મામલો પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે આજે જણાવ્યું છે કે, એલઆરડી પેપરનો મુખ્ય આરોપી ઝડપાઈ ગયો છે. આ આરોપીને દિલ્હી બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યો છે.

    આ મુદ્દે સમગ્ર માહિતી આપવા ડીજીપી શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, એક મહિના પહેલા એલઆરડી પેપર લીક થયું હતું, જે અનુસંધાને ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસે તપાસ હાથધરી કેટલાક આરોપીઓ ઝડપાયા હતા, પરંતુ આ મામલાનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર હતો, જેને ઝડપી લેવામાં આવ્યો છે.

    ગાંધીનગર સ્થાનિક પોલીસ, અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને ગુજરાત એટએસની ટીમ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી હતી, જેને પગલે પોલીસે સમયાંતરે આ કેસ સાથે જોડાયેલા તમામ પાસાની તપાસ હાથ ધરી સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી મેઈન માણસ સુધી પહોંચી સમગ્ર મામલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: LRD paper leak, LRD paper leak case

    આગામી સમાચાર