Home /News /gujarat /

યશપાલ માત્ર મહોરું? મોટા માથાની બહાર આવી શકે છે સંડોવણી

યશપાલ માત્ર મહોરું? મોટા માથાની બહાર આવી શકે છે સંડોવણી

કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો યશપાલ માત્ર આ કૌભાંડનું મહોરુ હોવાનું સામે આવ્યું છે.

આટલો નાનો કર્મચારી દિલ્હીમાંથી પેપર અને તેની આન્સર શીટ પરીક્ષા પહેલા જ કઇ રીતે લાવી શકે.

  ગુજરાતમાં કરોડોનો તલાટી ભરતીકાંડ ગાજ્યો પછી ટાટ-2નું પેપર ફુટયું આ બે ઘટના બાદ રવિવારે લોક રક્ષકની પરીક્ષા પહેલાં તેનું પેપર લીક થયું. જેનાથી રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. આ કાંડના ચાર આરોપી ઝડપાઈ ચૂક્યા છે. જ્યારે 10 લોકોની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે એવો પણ સવાલ થાય કે લુણાવડાના છાપરીના મુવાડા ગામનો યશપાલસિંહ સોલંકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર સેનેટરી ઈન્સ્પેક્ટરની નોકરી કરે છે. આટલો નાનો કર્મચારી દિલ્હીમાંથી પેપર અને તેની આન્સર શીટ પરીક્ષા પહેલા જ કઇ રીતે લાવી શકે. તેની એટલી મોટી ઓળખાણ કઇ રીતે હોય? મહત્વનું છે કે રવિવારે બીજી ડિસેમ્બરના રોજ શનિવારે યશપાલસિંહ દિલ્હીથી પેપર લાવ્યો હતો. હજુ સુધી પોલીસ તેને પકડી શકી નથી.

  મુખ્ય સૂત્રધાર માત્ર મોહરૂ?

  કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો યશપાલ માત્ર આ કૌભાંડનું મહોરુ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે કે આ કૌભાંડની જાળ ખાસ્સી ફેલાયેલી છે. માત્ર દિલ્હીના એક શખ્સ સુધી આ કૌભાંડ સિમીત નથી. ધાર્યા કરતા વધુ લોકો આ કૌભાંડમાં સંકળાયેલા છે. જોકે તપાસ એજન્સીઓ કૌભાંડના મૂળ સુધી પહોંચવા સતત પ્રયત્નશીલ છે.

  આ પણ વાંચો: LRD પેપર લીક મામલે નવો ધડાકો, પરીક્ષા પહેલા એક હોટલમાં થઇ હતી મિટિંગ

  થોડા સમયમાં મોટા ખુલાસા થઇ શકે

  યશપાલ તો માત્ર પેપર લાવનાર ટપાલી જેવો જ છે. યશપાલ પેપર કેમ ફોડે તે સવાલનો જવાબ પોલીસ પાસે પણ નથી. આ મામલો તપાસતા આપણને પણ ઘમાં પ્રશ્નો થાય કે, લુણાવાડાનો યશપાલ પેપરફોડ ગેંગને કઈ રીતે ઓળખે છે? મનહર પટેલ અને યશપાલ વચ્ચે શું ડીલ થઈ હતી ? યશપાલ જો માત્ર મહોરુ છે તો કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોણ? આવા અનેક સવાલો છે જેને ઉકેલવા તપાસ એજન્સીઓ પણ મથી રહી છે. ટૂંક સમયમાં જ આ મામલે મોટો ખુલાસો થશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

  આ પણ વાંચો:  ગુજરાતનો યુવક આટલો નપુંસક કેમ? આપણે જ લડવું પડશે અને બોલવું પડશે: હાર્દિક પટેલ

  ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગત રવિવારે લોક રક્ષક દળની પરીક્ષા આયોજિત કરાઈ હતી. પરંતુ પરીક્ષા પૂર્વે જ તેનું પેપર લીક થઈ ગયું હતું. જે બાદ પરીક્ષા રદ્દ કરી દેવાઈ હતી. 8 લાખથી વધુ પરીક્ષાઓર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ સર્જાયો હતો. કાંડના ચાર આરોપી ઝડપાઈ ચૂક્યા છે. જ્યારે ૧૦ લોકોની પૂછપરછ ચાલી રહી છે.

  આ પણ વાંચો : પેપર લીક કાંડનો સૂત્રધાર યશપાલસિંહ સોલંકી કે ઠાકોર?

  ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસની ટીમો પણ નાકાબંધી કરી વાહન ચેકિંગમાં જોડાઇ છે.પરંતુ,યશપાલસિંહનો પત્તો લાગ્યો નથી. પોલીસનું કહેવું છે કે અમે ટૂંક સમયમાં જ તેને પકડી પાડીશું. નોંધનીય છે કે કૌભાંડી યશપાલના પિતા નિવૃત તલાટી હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: LRD, LRD paper leak, Rupal Sharma, Yashpalsinh Solanki, Yashpalsinh Thakor, ગુનો, પોલીસ`

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन