રાજકીય ધરોબો ધરાવે છે યશપાલ, આ રહ્યું તેનું લુણાવાડાનું ઘર !

News18 Gujarati
Updated: December 3, 2018, 2:15 PM IST
રાજકીય ધરોબો ધરાવે છે યશપાલ, આ રહ્યું તેનું લુણાવાડાનું ઘર !
યશપાલસિંહ દિલ્હીથી 5 લાખ રૂપિયામાં પેપરના જવાબો લાવ્યો હતો, યશપાલે જવાબો મનહર પટેલને આપ્યા હતા

યશપાલસિંહ દિલ્હીથી 5 લાખ રૂપિયામાં પેપરના જવાબો લાવ્યો હતો, યશપાલે જવાબો મનહર પટેલને આપ્યા હતા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :

લોકરક્ષક દળ વર્ગ-3ની પરીક્ષાના પેપર લીકેજના મુખ્ય કાવતરાખોર અને ભેજાબાજ તરીકે ઉભરી આવેલા યશપાલસિંહ સોલંકી રાજકીય ધરોબો ધરાવતા હોવાનું સામે આવી રહ્યું છે. આ વ્યક્તિ હાલમાં હંગામી ધોરણે
વડોદરા મહાનગર પાલિકાના (વીએમસી) સેનેટરી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોવાનું સામે આવ્યું છે.

હંગામી કર્મચારી તરીકે કાર્યરત હોવા છતાં યશપાલ રાજકીય ઘેરોબો ધરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, પેપર લીકનો ભાંડો ફૂટ્યો ત્યારથી યશપાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. એટલું જ નહીં, યશપાલના મહિસાગર જિલ્લાના લુણાવાડાના છાપરી મુવાડા ગામ સ્થિત ઘરે પણ તાળાં લાગ્યાં છે.

કહેવાય છે કે, યશપાલસિંહ દિલ્હીથી 5 લાખ રૂપિયામાં પેપરના જવાબો લાવ્યો હતો, યશપાલે જવાબો મનહર પટેલને આપ્યા હતા. તેના દિલ્હીના કોન્ટેક્ટે યશપાલને 5 લાખમાં પેપર વેચ્યું હતું. આમ, પેપર લીક કૌભાંડનો રેલો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. યશપાલ 1 ડિસેમ્બરે રાત્રે જ જવાબો લઇને દિલ્હીથી ફલાઈટમાં વડોદરા પરત ફર્યો હતો. આ જવાબોની શીટ યશપાલે તેના સાગરિત મનહર પટેલને આપી હતી
First published: December 3, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading