અમદાવાદ: લોક રક્ષક ભરતી (Lok Rakshak Dal Bharti Exam 2022) માટે હથિયારધારી બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની (LRD Gujarat Police Constable) 10,459 જગ્યા માટે આજે LRDની પરીક્ષા લેવાશે. લોક રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી . જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેમની માટે આજે લેખિત પરીક્ષા છે. પાછલા કેટલાક દિવસોથી બની રહેલી પેપર લીક કે ગેરરીતિની ઘટનાઓને પગલે તંત્ર વધુ સજ્જ બન્યું છે. આ પરીક્ષાને (LRD Exam) લઈ અલગ અલગ નિયમો અમલી બનાવી પરીક્ષા તંત્ર દ્વારા ફુલપૃફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં અલગ અલગ સેન્ટર પર LRDની ભરતી માટે આજે પરીક્ષા લેવાશે. બપોરે 12થી 2 વાગ્યા સુધી પરીક્ષા માટે ઉમેદવારએ સવારે 9.30 સુધીમાં પરીક્ષા સેન્ટર પર પહોંચી જવાનું કહેવાયું છે. ઉમેદવારો લાંબા સમયથી આ ભરતી પરીક્ષાના કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે. ગેરરીતિ અટકાવવા વીડિઓ ગ્રાફર અને સીસીટીવીની વ્યવસ્થા પરીક્ષા કેન્દ્ર પર રહેશે. સીલબંધ બોક્સમાં સ્ટ્રોંગ રૂમથી પેપર પરીક્ષા સેન્ટર પર જશે.
પરીક્ષાના અડધા કલાક પહેલાં સીલબંધ બોક્સ ખોલવામાં આવશે. ઉમેદવારો અને પરીક્ષા સ્ટાફને પણ મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ અને પરીક્ષા કેન્દ્ર પર PI અને PSI કક્ષાના અધિકારી તૈનાત રહેશે. તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન થશે. ઉમેદવાર પ્રવેશ કરશે તે સમયનું વીડિયો રેકોર્ડિંગ થશે. વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર ખોલવામાં આવશે.
આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારએ કલાસરૂમમાં જ બેસી રહેવાનું રહેશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારઓની હાજરીમાં આન્સર સીટ સીલ કરવામાં આવશે.મહત્વનું છે કે, રાજ્યભરમાં કુલ 950થી વધુ સેન્ટર પર પરીક્ષા લેવાવાની છે ત્યારે તમામ સેન્ટર પર સલામત રીતે પેપર પહોંચે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે LRDની લેખિત પરીક્ષા
954 કેન્દ્રો પર બપોરે 12થી 2 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે, 2 લાખ 95 હજારથી વધુ ઉમેદવારોની કસોટી pic.twitter.com/RcjWAkfw1q