Home /News /gujarat /આજે ફરી LRDની પરીક્ષા લેવાશે, કડક સુરક્ષા સાથે 8,76,000 ઉમેદવારો આપશે પરીક્ષા

આજે ફરી LRDની પરીક્ષા લેવાશે, કડક સુરક્ષા સાથે 8,76,000 ઉમેદવારો આપશે પરીક્ષા

પ્રતિકાત્મક તસવીર

પેપર લીકની દુઃખદ ઘટના બની તેની ગુજરાત પોલીસે તપાસ કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે, પેપર લીકના સૂત્રધારો પકડાઇ ચૂક્યા છે.

    લોક રક્ષક દળનું પેપર લીક થતાં હવે આવતીકાલે 6 તારીખે પરીક્ષા યોજાનાર છે, આ માટે પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ થઇ ગઇ છે, ઉમેદવારો શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે અનેક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં કોલ લેટર ડાઉનલોડ કરવાથી લઇને આવવા-જવાની વ્યવસ્થાઓ સામેલ છે.

    લોક રક્ષક ભરતી સમિતિના અધ્યક્ષ વિકાસ સહાયે આ મુદ્દે જાણકારી આપતા જણાવ્યું હતું કે, 6 જાન્યુઆરીએ 11થી 12 વાગ્યે લેખિત પરીક્ષા યોજાશે. જેમાં 876000 ઉમેદવારો પરીક્ષામાં બેસશે.

    તો પેપર લીક થયા બાદ ફરી પરીક્ષા આપવા માટે રાજ્ય સરકારે બસની સુવિધા પૂરી પાડી છે, જેમાં ઉમેદવારો હોલ ટિકિટ બતાવી ST બસમાં મુસાફરી કરી શકશે. જેને લઇને ST વિભાગે ઉમેદવારોને એડવાન્સ બૂકિંગ કરવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. પરીક્ષાર્થીઓની સરળતા માટે ST વિભાગે એડવાન્સ બૂકિંગ સેન્ટર શરૂ કર્યા હતા. અત્યારસુધીમાં લગભગ 31648 પરીક્ષાર્થીઓએ બૂકિંગ કરાવી લીધું છે. નિગમ સીડ્યુલ ટ્રીપ ઉપરાંત 2162 નવી ટ્રીપ શરૂ કરવામાં આવનારી છે.

    પરીક્ષાર્થીઓને કોલ લેટર અને ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે

    આ અંગે એસ.ટી.નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ પરીક્ષાર્થીએ કોલ લેટર અને ઓળખપત્ર સાથે લાવીને જે તે ડેપો કે કંટ્રોલ પોઇન્ટ પર એડવાન્સ્ બુકિંગ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જો સંજોગોવસાત કોઇ પરીક્ષાર્થી એડવાન્સ્ બુકિંગ કરાવી ન શકે તો પણ તેની પાસે કોલ લેટર અને ઓળખપત્ર હશે તો કંડક્ટર નિશૂલ્ક ટિકિટ આપશે.

    આ પણ વાંચો:  LRD પેપર લીક: ક્યાંથી? કેવી રીતે? અને કોણે? કર્યું પેપર લીક, સમગ્ર માહિતી DGPએ કરી જાહેર 

    ડબલ બુકિંગ ન થાય તેની તકેદારી

    ડબલ બુકિંગની શક્યતા ટાળવા માટે અસલ કોલ લેટરની પાછળ અધિકારીઓના સહી-સિક્કા કરવામાં આવ્યા હતા. તા.5 અને 6 ડિસેમ્બરનાં રોજ બસમાં કોઇ યાંત્રિક ખામી ન સર્જાય તે માટે તમામ ડેપો પર બસોની ચકાસણી માટેની પણ વિશેષ વ્યવસ્થા કરાઇ છે.

    તમને જણાવી દઈએ કે, જે પ્રકારે પેપર લીકની દુઃખદ ઘટના બની તેની ગુજરાત પોલીસે તપાસ કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે, પેપર લીકના સૂત્રધારો પકડાઇ ચૂક્યા છે. પ્રિન્ટિંગ પ્રેસની ભૂલ ન થાય તે માટે આ વખતે ખાસ પગલા લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને સ્ટ્રોંગ રૂપ ટ્રાન્સપોર્ટેશન સહિતની બાબતો પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો પરીક્ષા દરમિયાન બરોડની મેરેથોન હોય કે UPSCની પરીક્ષા સહિત તમામ બાબતોને ધ્યાને રાખી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Exam, Held, Sunday, Will be

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन