લાખો વિદ્યાર્થીઓની ભાવનાઓ અને મહેનત પર પાણી ફેરવાનાર લોકરક્ષકની પરીક્ષાની નવી તારીખ જાહેર થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે આ પરીક્ષા
આગામી 6 જાન્યુઆરીના રોજ લેવામાં આવશે.
લોકરક્ષકદળનું પેપરલીક થયા બાદ પરીક્ષા વિભાગે ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો હતો, સાથે જ જણાવ્યું હતું કે પરીક્ષાની નવી તારોખો જાહેર કરવામાં આવશે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે હવે આ પરીક્ષા આગામી 6 જાન્યુઆરીના રોજ યોજાશે. જો કે સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.
લોકરક્ષકદળના પેપરલીક કાંડમાં પોલીસે ગઇકાલે ચાર આરોપીની ધરપકડ કરી હતી, જેમાં ઝડપાયેલા પ્રીતેશ પટેલ,નરેન્દ્ર ચૌધરી,અજયસિંહ પરમાર, ઉત્તમસિંહ
ભાટીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, કોર્ટ કાર્યવાહી દરમિયાન પોલીસ તરફથી 15 દિવસની રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જો કે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, હજુ પણ સમગ્ર માટે મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર છે અને સમગ્ર કેસમાં અનેક કડીઓ જોડવાની બાકી છે, ત્યારે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર