ફરીદ ખાન, વડોદરાઃવડોદરાના સયાજીપુરામાં મકાનની છત પર સૂતેલા માતા-પુત્રીની હત્યામાં નવો વણાક આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચે પ્રેમી પ્રિયકાન્ત ઉર્ફે ભયલું સોલંકીની ધરપકડ કરી છે.
શહેરનાં બાપોદ વિસ્તારમાં આવેલી સયાજીપાર્ક સોસાયટીમાં માતા પુત્રીની હત્યા થઇ હતી. આ માતા-પુત્રી બુધવારે તેમના ઘરની અગાશી પર સુતેલા હતાં. ત્યારે વહેલી સવારે 3.30 કલાકની આસપાસ કેટલાક શખ્શો બેઝબોલનું બેટ લઇને આવ્યાં હતાં. જેનાથી માતા-પુત્રી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેના કારણે ઘટના સ્થળે જ બંન્નેનાં મોત નીપજ્યા હતાં. હાલ પોલીસે આ બંન્નેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ ગઇ હતી.
અહીં ક્લિક કરી વાંચોઃ TikTok યૂઝર્સ માટે ખુશખબર, કંપની લોન્ચ કરશે નવી એપ
પોલીસે સ્થાનિક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, પુત્રીના લગ્ન થઇ ગયા છે, અને તે પિયરમાં રહેવા આવી હતી. ત્યારે આજે આ ગમખ્વાર ઘટના બની હતી. પોલીસની આ ઘટનામાં પ્રેમ પ્રકરણની આશંકાના પગલે તે દિશામાં કાર્યવાહી આરંભી હતી. બાપોદ પોલીસ હાલ ઘરની આસપાસ રહેતા પાડોશી અને પરિવારની પૂછપરછ કરી હતી.