ગુજરાતમાં લોકરક્ષકની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના કારણે પરીક્ષા તાત્કાલિક રદ કરવામાં આવી હતી જેથી નવ લાખ જેટલા પરીક્ષાર્થીઓને હેરાન થવાનો વારો આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સમગ્ર રાજ્યમાં હડકંપ મચાવનાર આ કેસમાં પોલીસે મુખ્ય આરોપીને સકંજામાં લઇ લીધો છે. આ મુખ્ય આરોપીને દિલ્હી બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે અત્યાર સુધી આ કેસમાં 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલામાં થોડા સમયમાં ડીજીપી અનેક ખુલાસા કરવાનાં છે.
લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર ક્યાંથી વેચાયું હતું તેનો થયો પણ ખુલાસો થયો છે. પોલીસે પેપર લીકથી લઈને વેચાણ સુધીની બધી કડી મેળવી લીધી છે.
આ મામલામાં આજે સૌથી મોટા કહી શકાય તેવા સમાચાર સામે આવ્યાં છે. પોલીસે પેપર લીકનાં મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. હજી તે વ્યક્તિ કોણ છે અને તે ક્યાંનો રહેવાસી છે તે અંગે હાલ કોઇ માહિતી બહાર નથી આવી. પરંતુ તે તો ચોક્કસ છે કે આ કાંડનો સમગ્ર પર્દાફાશ હવે થશે. જાણવા મળશે કે આ કાંડમાં કોણ કોણ સંડોવાયેલુ છે અને કોનો કેટલો હાથ છે .
નોંધનીય છે કે લોક રક્ષક દળની ભરતીયમાં પરીક્ષાનું પેપર લીક કરીને આશરે 9 લાખ પરીક્ષાર્થીના મહેનત પર પાણી ફેરવનાર સૌપ્રથમ 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં મનહર પટેલ, મુકેશ ચૌધરી, રૂપલ શર્મા અને પીએસ આઈ પી.વી. પટેલ અને યશપાલ સોલંકીનું નામ સામે આવ્યુ હતુ. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે યશપાલ સોલંકી આ કાંડનો મુખ્ય આરોપી છે પરંતુ તેવું ન હતું અને આજે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર