સંજય જોશી, અમદાવાદઃ રાજ્યમાં વર્ષ 2018થી લોકાયુકત અને વર્ષ 2013 કે જ્યારથી ગુજરાત લોકાયુક્ત આયોગ એક્ટ 2013 અમલમાં આવ્યો છે ત્યારથી ઉપલોકાયુકતની નીમુણક જ થઈ નથી. રાજ્યના મહત્વના આ બન્ને પદો રીક્ત હોવા છતા સરકારે કોઈ કાર્યવાહી કરી નથી.
ગુજરાત લોકાયુકત એક્ટ 2013 ગુજરાત સરકારે બનાવેલો છે. આ એક્ટમાં એક લોકાયુક્ત અને એક ઉપલોકાયુક્તની નીમુણક માટેની જોગવાઈ થયેલી છે. રાજ્ય સરકારે 2013માં લોકાયુક્ત એપોઈન્ટમેન્ટ કરી જેમનો સમયગાળો ડીસેમ્બર 2018માં પુરો થયો. ત્યાર પછી આ જગ્યા આજ દિન સુધી ખાલી રહેલી છે. 2013 થી એક્ટ બન્યો ત્યારથી આજદિન સુધી રાજ્ય સરકારે ઉપલોકાયુક્તની નીમુણક કરી જ નથી.
શા માટે કરવામા આવે છે લોકાયુક્ત અને ઉપલોકાયુક્તની નીમુણક
સામાન્ય રીતે મુખ્યમંત્રી તમામ મંત્રીઓ વિવિધ બોર્ડ કે નિગમના ચેરમનો, યુનીવર્સીટીની કુલપતી જેવા તમામ વ્યક્તી સામે ભ્રષ્ટાચારને, ગેરરીતીને લગતી ફરીયાદો જે કઈ થાય તેની સુનાવણી લોકાયુક્તુ સમક્સ થતી હોય છે. તો તાલુકા કે જીલ્લા પંચાયતના જે સદસ્યો છે ચુંટાયેલા પ્રતીનીધીઓ છે તેમની સામે કોઈ ગંભીર આકસ્પો હોય તેની તપાસ અને કાર્યવાહી ઉપલોકાયુક્ત દ્વારા કરવામા આવતી હોય છે. હાલમાં રાજ્યમાં લોકાયુકતની જગ્યા ખાલી છે ઉપરાત આજ દિન સુધી ઉપલોકાયુક્તની નિમુણક જ નથી કરાઈ આના કરાણે રાજકીય મોટા માથાઓ સામેની તપાસ કે તેમની સામે કોઈ કાર્યવાહી થઈ શકતી નથી.
અવાર નવાર હાઈકોર્ટ અને રાજ્યસરકાર તથા લોકાયુકત માટેની કમીટીને થઈ ચુકી છે રજુઆત
જલ્દીથી આ બન્ને ખાલી મહત્વના પદોને ભરવામા આવે અને લોકાયુક્ત તથા ઉપલોકાયુક્તની નિમુણક કરાય તેવી માંગણી સામાજીક કાર્યકર ચંન્દ્રવદન ધ્રુવે વારંવાર રજુઆત કરવા છતા તેનો યોગ્ય જવાબ પણ સરકાર કે લોકાયુકત નિમુણક માટેની કમીટી તરફથી મળ્યો નથી. હાઈકોર્ટમાં પણ રજુઆત કરતા હાઈકોર્ટે આ અંગે સરકારને રજુઆત કરવાનુ કહી કેસનો નિકાલ કર્યો..
કોણ કોણ હોય છે લોકાયુકત માટેની કમીટીના સભ્યો
રાજ્યમાં લોકાયુક્તની નીમુણક માટેની એક કમીટી બનાવાયેલી છે આ કમીટીમાં જેમાં મુખ્યમંત્રી તેના ચેરપરસન હોય છે તકેદારી આયોગ વિધાનસભાના અધ્યક્સ, વૈધાનીક અને સંસદીય બાબતોના મંત્રી, અને વિરોધ પક્સ આ પાંચ જણની કમીટી બનાવાયેલ હોય છે જે લોકપાલ અને ઉપલોકાયુક્તની નીમુણક કરે છે. આ કમીટી સમક્સ વારવાર રજુઆત કરવા છતા સરકારે કોઈ પગલા લિધા નથી. પરીણામે રાજકીય મોટામાથાઓ દ્વારા થતી ગેરરીતી અને ભ્રષ્ટાચારને ખુલ્લો દોર મળી રહ્યો છે.