Home /News /gujarat /

ગુજરાતમાં ફક્ત બે બેઠક પર ભાજપની લીડ ઘટી, પંચમહાલમાં લીડમાં પ્રંચડ વધારો

ગુજરાતમાં ફક્ત બે બેઠક પર ભાજપની લીડ ઘટી, પંચમહાલમાં લીડમાં પ્રંચડ વધારો

વિજય રૂપાણી

2014માં ફક્ત બે બેઠક સાબરકાંઠા અને આણંદમાં ભાજપને એક લાખ કરતા ઓછી લીડ મળી હતી, પરંતુ આ વખતે તમામ બેઠકો પર ભાજપે એક લાખથી વધારેની લીડ મેળવી છે.

  ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019માં ભાજપે ગુજરાતની 26માંથી 26 બેઠક પર જીત મેળવી છે. સતત બીજી ચૂંટણીમાં ભાજપે તમામ બેઠક જીતીને રેકોર્ડ સર્જ્યો છે. આ વખતે ભાજપે ગુજરાતની 26માંથી 24 બેઠક બે લાખથી વધારેની લીડથી જીતી છે. ગત ચૂંટણીમાં બીજેપીએ 16 બેઠક પર બે લાખથી વધારેની લીડ મેળવી હતી. 2014માં ફક્ત બે બેઠક સાબરકાંઠા અને આણંદમાં ભાજપને એક લાખ કરતા ઓછી લીડ મળી હતી, પરંતુ આ વખતે તમામ બેઠકો પર ભાજપે એક લાખથી વધારેની લીડ મેળવી છે.

  સૌથી ઓછી અને વધારે લીડ

  દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને સૌથી ઓછી લીડ (127596 મત) મળી છે. જ્યારે નવસારીના કોંગ્રેસના ઉમેદવાર સી.આર. પાટીલને સૌથી વધારે (689668 મત) લીડ મળી છે. સી.આર. પાટીલ કોંગ્રેસના ધર્મેશ પટેલ સામે ચૂંટણી લડ્યા હતા, જ્યારે જસવંતસિંહ ભાભોર કોંગ્રેસના બાબુ કટારા સામે ચૂંટણી લડ્યા હતા.

  બે બેઠક પર લીડ ઘટી

  2014ની ચૂંટણી સાથે સરખામણી કરવામાં આવે તો ફક્ત બે બેઠક પર ભાજપની લીડ ઘડી છે. દાહોદ બેઠક અને પોરબંદર પર ભાજપના ઉમેદવારની લીડમાં ઘટાડો થયો છે. પોરબંદરમાં 2014માં ભાજપ તરફથી વિઠ્ઠલ રાદડિયા ચૂંટણી લડ્યા હતા. જ્યારે દાહોદમાં 2014 અને 2019માં જસવંતસિંહ ભાભોર ચૂંટણી લડ્યા હતા. દાહોદ બેઠક પર ભાજપની લીડમાં 2014ની સરખામણીમાં 1,02,758નો ઘટાડો થયો છે. જ્યારે પોરબંદર બેઠક પર 2014ની સરખામણીમાં લીડમાં 38,148નો ઘટાડો થયો છે.

  ભાજપે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

  2019ની ચૂંટણીમાં તમામ બેઠકો પર જીત મેળવીને ભાજપે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ભાજપે આ વખતે તમામ બેઠકો પર એક લાખ કરતા વધારે લીડનો રેકોર્ડ કર્યો છે. ગત ચૂંટણીમાં બે બેઠક પર ભાજપની લીડ એક લાખથી ઓછી હતી. સાથે જ ભાજપે આ ચૂંટણીમાં સૌથી વધારે લીડનો પણ રેકોર્ડ કર્યો છે.

  ક્રમબેઠકભાજપ ઉમદવારકોંગ્રેસ ઉમેદવાર2019 લીડ2014 વિજેતા2014 લીડ2019 (-) 2014
  1નવસારીસી.આર. પાટીલધર્મેશ પટેલ689668સી.આર. પાટીલ558116131552
  2વડોદરારંજનબેન ભટ્ટપ્રશાંત પટેલ589177નરેન્દ્ર મોદી57012819049
  3ગાંધીનગરઅમિત શાહડો. સી.જે. ચાવડા557014એલ.કે. અડવાણી48312173893
  4સુરતદર્શનાબેન જરદોશઅશોક અધેવડા548230દર્શનાબેન જરદોશ53319015040
  5અમદાવાદ પૂ.હસમુખ પટેલગીતાબેન પટેલ434330પરેશ રાવલ326633107697
  6પંચમહાલરતનસિંહ રાઠોડવી.કે. ખાંટ428541પ્રભાતસિંહ ચૌહાણ170596257945
  7છોટાઉદેપુરગીતાબેન રાઠવારણજીતસિંહ રાઠવા377943રામસિંહ રાઠવા179729198214
  8રાજકોટમોહન કુંડારિયાલલિત કગથરા368407મોહન કુંડારિયા246428121979
  9બનાસકાંઠાપ્રભાત પટેલપરથીભાઈ ભટોળ368296હરીભાઈ ચૌધી202334165962
  10ખેડાદેવુસિંહ ચૌહાણબીમલ શાહ367145દેવુસિંહ ચૌહાણ232901134244
  11વલસાડડો. કે.સી. પટેલજીતુભાઈ ચૌધરી353797ડો. કે.સી. પટેલ208004145793
  12ભરૂચમનસુખ વસાવાશેરખાન પઠાણ334214મનસુખ વસાવા153273180941
  13ભાવનગરભારતીબેન શિયાળમનહર પટેલ329519ભારતીબેન શિયાળ29548834031
  14અમદાવાદ પ.ડો. કિરિટ સોલંકીરાજુ પરમાર321546ડો. કિરિટ સોલંકી3203111235
  15કચ્છવિનોદ ચાવડાનરેશ મહેશ્વરી305513વિનોદ ચાવડા25448251031
  16મહેસાણાશારદાબેન પટેલએ.જે. પટેલ281519જયશ્રીબેન પટેલ20889172628
  17સુરેન્દ્રનગરડો. મહેન્દ્ર મુંજપરાસોમાભાઈ પટેલ277437દેવજીભાઈ ફતેપરા20290774530
  18સાબરકાંઠાદીપસિંહ રાઠોડરાજેન્દ્રસિંહ ઠાકોર268987દીપસિંહ રાઠોડ84455184532
  19જામનગરપૂનમબેન માડમમુળુભાઈ કંડોરિયા236804પૂનમબેન માડમ17528961515
  20પોરબંદરરમેશ ધડુકલલિત વસોયા229823વિઠ્ઠલ રાદડિયા267971-38148
  21બારડોલીપ્રભુભાઈ વસાવાતુષાર ચૌધરી215447પ્રભુભાઈ વસાવા12388491563
  22અમરેલીનારણ કાછડિયાપરેશ ધાનાણી201431નારણ કાછડિયા15623245199
  23આણંદમિતેશ  પટેલભરતસિંહ સોલંકી197718દિલિપ પટેલ63426134292
  24પાટણભરતસિંહ ડાભીજગદીશ ઠાકોર193879લીલાધર વાઘેલા13871955160
  25જૂનાગઢરાજેશભાઈ ચુડાસમાપુંજાભાઈ વંશ150185રાજેશભાઈ ચુડાસમા13583214353
  26દાહોદજસવંતસિંહ ભાભોરબાબુભાઈ કટારા127596જસવંતસિંહ ભાભોર230354-102758
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: C.R Patil, Lok sabha election 2019, ગુજરાત, ચુંટણી પરિણામ, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन