ગોધરા : સંસારિક જીવનને અલવિદા કરતાં પહેલા 22 વર્ષીય કાંચી શાહે કર્યુ મતદાન

ગોધરા : સંસારિક જીવનને અલવિદા કરતાં પહેલા 22 વર્ષીય કાંચી શાહે કર્યુ મતદાન
ગોધરા : સંસારિક જીવનને અલવિદા કરતાં પહેલા 22 વર્ષીય કાંચી શાહે કર્યુ મતદાન

22 વર્ષીય કાંચી શાહ સંસારની દુનિયાને અલવિદા કરી ત્રણ દિવસ બાદ 3 માર્ચે ધર્મના દીક્ષા ગ્રહણ કરશે

 • Share this:
  રાજેશ જોષી, પંચમહાલ : મતદાન માટે પોતાના મતાધિકારનો ઉપયોગ સૌ કોઈએ કરવો જ જોઈએ તેવો ગોધરાના શ્વેતામ્બર જૈન સમાજની કાંચી શાહે મતદાન કરી સૌને સંદેશો આપ્યો છે. 22 વર્ષીય કાંચી શાહ સંસારની દુનિયાને અલવિદા કરી ત્રણ દિવસ બાદ 3 માર્ચે ધર્મના માર્ગે જવા માટે દીક્ષા ગ્રહણ કરવાની છે. દીક્ષા પૂર્વ તેણીએ પોતાના જીવનનું આખરી મતદાન ગોધરા નગરપાલિકાના વોર્ડ 5ના ઉમેદવારો માટે કરી સૌને મતદાન કરવા અપીલ પણ કરી છે.

  ગોધરાના અદુમ્બર કુવા વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે વેપારી મયુરભાઈ શાહના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. જે પૈકી તેમની એક દીકરી કાંચી જેણે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. કાંચીએ પોતાના જીવનને ધર્મના માર્ગે વાળી દેવાનો સ્વંય કઠોર નિર્ણય કર્યો હતો. કાંચીના નિર્ણયને લઈ પ્રથમ તબક્કે તો તેના પરિવારે લાડવાયી દીકરીના ભવિષ્ય માટે જોયેલા સ્વપ્નો રોળાય જતાં નજરો સામે જોયા હતા પરંતુ બીજી બાજુ પોતાની દીકરીના ધર્મના માર્ગે જવાના નિર્ણયને લઈ ગર્વ થયો હતો. તેમણે પોતાની લાડકવાયીનું સ્વપ્ન પુરૂ કરવા મન મક્કમ બનાવી દીધું છે. હવે આગામી 3 માર્ચે તેનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાનાર છે.  આ પણ વાંચો - લગ્ન પહેલા મતદાન: ડોલીમાં બેસે તે પહેલા જ સજી ધજીને કામરેજની બે બહેનોએ કર્યું મતદાન

  ગોધરા : સંસારિક જીવનને અલવિદા કરતાં પહેલા 22 વર્ષીય કાંચી શાહે કર્યુ મતદાન
  આ માટે હાલ છેલ્લા પાંચ દિવસથી ઓચ્છવ યોજાઈ રહ્યો છે. દરમિયાન આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે યોજાયેલ મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં કાંચી સહ પરિવાર સાથે ગોધરા નગરપાલિકા વોર્ડ 5ના મતદાન મથક ખાતે આવી પહોંચ્યા હતા અને ઉત્સાહભેર મતદાન કર્યુ હતું.

  ઉલ્લેખનીય છે કે કાંચી વિશાનિમા જૈન સમાજના પરિવારની દીકરી છે. જેણે નવોઢાની જેમ પરિધાનમાં સજ્જ થઈ પોતાની જિંદગીનું આખરી મતદાન કર્યુ હતું અને સૌને મતદાન કરવા અપીલ પણ કરી હતી. કાંચી હવે બે દિવસ બાદ પોતાની જિંદગીને ભક્તિના માર્ગે લઈ જઈ સંસારની માયાને અલવિદા કરશે.
  Published by:Ashish Goyal
  First published:February 28, 2021, 15:10 pm

  ટૉપ ન્યૂઝ