Home /News /gujarat /પાકે ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, અખનૂરમાં ભારે ફાયરિંગ

પાકે ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, અખનૂરમાં ભારે ફાયરિંગ

પાકિસ્તાને આજે ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં એલઓસીએ પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ થઇ રહ્યું છે. પાકિસ્તાની રેન્જર્સે સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ભારતીય ચોકીઓ પર અંધાધૂંધ ગોળીબારી કરી રહ્યા છે. ભારતીય સૈનિકો પણ જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    જમ્મુ #પાકિસ્તાને આજે ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં એલઓસીએ પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ થઇ રહ્યું છે. પાકિસ્તાની રેન્જર્સે સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ભારતીય ચોકીઓ પર અંધાધૂંધ ગોળીબારી કરી રહ્યા છે. ભારતીય સૈનિકો પણ જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

    પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ચાર વાગ્યાથી પાકિસ્તાન તરફથી અંધાધૂંધ ફાયરિંગની સાથે મોર્ટાર ફેંકાઇ રહ્યા છે. આ ફાયરિંગ હજુ પણ ચાલુ છે. અખનૂર સેક્ટરના પાંચ વિસ્તારોમાં ભારે તણાવભરી સ્થિતિ છે. પાકિસ્તાન તરફથી થઇ રહેલા ફાયરિંગનો ભારતીય સેના પણ જોરદાર જવાબ આપી રહી છે.

    સુત્રોનું કહેવું છે કે, પાક અધિકૃત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇલ બાદ સરહદે પાકિસ્તાની રેન્જર્સની હરકત વધી જવા પામી છે અને ફાયરિંગની ઘટનાઓ વધવા પામી છે. આ વિસ્તારના તમામ ગામ ફાયરિંગનો શિકાર બની રહ્યા છે. મોર્ટાર ગોળા ફેંકાઇ રહ્યા છે.
    First published:

    Tags: જમ્મુ કાશ્મીર વિવાદ, પાકિસ્તાન, ફાયરિંગ, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક