Home /News /gujarat /શૂટઆઉટ@પટના : AK-47થી ગોળીઓ વરસાવી LGP નેતાની જાહેરમાં હત્યા

શૂટઆઉટ@પટના : AK-47થી ગોળીઓ વરસાવી LGP નેતાની જાહેરમાં હત્યા

બિહારની રાજધાની પટનામાં માથાભારે શખ્સોની દબંગગીરી સામે આવી. આ શખ્સોએ શુક્રવારે ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં લોજપાના નેતા પર એકે-47થી ગોળીઓનો વરસાદ વરસાવી લોજપા નેતાની જાહેરમાં હત્યા કરી.

બિહારની રાજધાની પટનામાં માથાભારે શખ્સોની દબંગગીરી સામે આવી. આ શખ્સોએ શુક્રવારે ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં લોજપાના નેતા પર એકે-47થી ગોળીઓનો વરસાદ વરસાવી લોજપા નેતાની જાહેરમાં હત્યા કરી.

  • Pradesh18
  • Last Updated :
પટના # બિહારની રાજધાની પટનામાં માથાભારે શખ્સોની દબંગગીરી સામે આવી. આ શખ્સોએ શુક્રવારે ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં લોજપાના નેતા પર એકે-47થી ગોળીઓનો વરસાદ વરસાવી લોજપા નેતાની જાહેરમાં હત્યા કરી.

વૈશાલી જિલ્લાના રાધોપુરના રહેવાસી એવા લોજપાના નેતા વૃજનાથસિંહ આજે પોતાના એક સંબંધી સાથે સ્કોર્પિયો ગાડીમાં જઇ રહ્યા હતા ત્યારે ગૂંડાઓએ જાહેરમાં ગોળીબારી કરી હતી. જેમાં એમના સંબંધી પણ ઇજાગ્રસ્ત થયા હતા.

આ ગોળીબારીમાં મૃતકના નાના ભાઇની પત્નિ અને ભત્રીજાને પણ પગમાં ગોળી વાગી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા છે.

જાહેરમાં ગોળીબારીની આ ઘટના શહેરના કચ્ચી દરગાહ વિસ્તારમાં થઇ હતી. પોલીસે ઘટના સ્થળેથી એકે-47ના 27 ખાલી કારતૂસ પણ જપ્ત કર્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઘટનાને અંજામ આપનાર શખ્સો બાઇક પર આવ્યા હતા.

ચૂંટણીની અદાવતમાં આ અંજામ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ગોળીબારીમાં જે વ્યક્તિનું મોત થયું છે એ અગાઉ રાબડી દેવી સામે પણ ચૂંટણી લડી ચૂક્યા હતા જ્યારે આ વખતની ચૂંટણીમાં એમના પુત્ર રાકેશ સંજને લાલુ યાદવના પુત્ર તેજસ્વી વિરૂધ્ધ સપાની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી.
First published:

Tags: અદાવત, ફાયરિંગ, બિહાર, બિહાર ચૂંટણી 2015, લાલુ પ્રસાદ યાદવ, હત્યા

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन