Home /News /gujarat /LIVE : સમાજવાદી પાર્ટીની બેઠક શરૂ, અખિલેશ થયા ભાવુક, કહ્યું હોત તો હું રાજીનામું આપી દેત
LIVE : સમાજવાદી પાર્ટીની બેઠક શરૂ, અખિલેશ થયા ભાવુક, કહ્યું હોત તો હું રાજીનામું આપી દેત
સમાજવાદી પાર્ટીમાં સર્જાયેલા ડખાને શાંત કરવા માટે પાર્ટી અધ્યક્ષ મુલાયમસિંહે આજે મહત્વની બેઠક બોલાવી છે. ભારે ઉચાટ વચ્ચે બેઠક શરૂ થઇ છે, જેમાં અખિલેશને પાર્ટીમાંથી બહાર કરવાની ઉઠી રહેલી અટકલો વચ્ચે અખિલેશે કહ્યું કે, જો મને કહ્યું હોત તો હું પાર્ટીમાંથી રાજીનામું દેત. અખિલેશની લાગણીસભર વાતોથી પાર્ટી કાર્યકરો પણ ભાવુક થયા છે.
સમાજવાદી પાર્ટીમાં સર્જાયેલા ડખાને શાંત કરવા માટે પાર્ટી અધ્યક્ષ મુલાયમસિંહે આજે મહત્વની બેઠક બોલાવી છે. ભારે ઉચાટ વચ્ચે બેઠક શરૂ થઇ છે, જેમાં અખિલેશને પાર્ટીમાંથી બહાર કરવાની ઉઠી રહેલી અટકલો વચ્ચે અખિલેશે કહ્યું કે, જો મને કહ્યું હોત તો હું પાર્ટીમાંથી રાજીનામું દેત. અખિલેશની લાગણીસભર વાતોથી પાર્ટી કાર્યકરો પણ ભાવુક થયા છે.
નવી દિલ્હી #સમાજવાદી પાર્ટીમાં સર્જાયેલા ડખાને શાંત કરવા માટે પાર્ટી અધ્યક્ષ મુલાયમસિંહે આજે મહત્વની બેઠક બોલાવી છે. ભારે ઉચાટ વચ્ચે બેઠક શરૂ થઇ છે, જેમાં અખિલેશને પાર્ટીમાંથી બહાર કરવાની ઉઠી રહેલી અટકલો વચ્ચે અખિલેશે કહ્યું કે, જો મને કહ્યું હોત તો હું પાર્ટીમાંથી રાજીનામું દેત. અખિલેશની લાગણીસભર વાતોથી પાર્ટી કાર્યકરો પણ ભાવુક થયા છે.
તમામ નેતાઓ આવ્યા બાદ અંદાજે 10-30 કલાકે બેઠક શરૂ થઇ છે. બેઠકમાં સૌથી પગેલા અખિલેશે પોતાનું ભાષણ કર્યું જેમાં તે ભાવુક થયા. તેમણે રડતાં રડતાં કહ્યું કે, મારા પિતા મારા માટે ગુરૂ સમાન છે. નેતાજી તમે જ કહ્યું હતું કે, અન્યાયની વિરૂધ્ધ લડવું જોઇએ. મે એમ જ કર્યું છે.
અખિલેશ યાદવે કહ્યું કે, કેટલાક લોકો પરિવારમાં મતભેદ ઉભા કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. મને મુલાયમસિંહ યાદવ અને શિવપાલ સામે પોતાની વાતો કહેવા માટે સમય આપવો જોઇએ.
સમાજવાદી પાર્ટીમાં શરૂ થયેલ ઘમાસાણ શાંત થવાનું નામ લેતું નથી. અમરસિંહના સવાલ પર અખિલેશ પણ જાણે નમવાના મૂડમાં નથી તો મુલાયમસિંહે આજે લખનૌમાં પાર્ટી કાર્યાલય ખાતે સાંસદો ધારાસભ્યોની એક ખાસ બેઠક બોલાવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર મુલાયમસિંહ પોતાના પુત્ર અને પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવને પાર્ટીમાંથી બહાર પણ કરી શકે છે. આ સ્થિતિમાં અખિલેશ યાદવ નવી પાર્ટી પણ બનાવી શકે છે.
ફિરોજાબાદ લોકસભા બેઠકથી પ્રો. રામગોપાલના પુત્ર અક્ષય યાદવે એક લેટર બોમ્બ ફોડ્યો છે. જેમાં લખ્યું છે કે, જે રીતે મારા પિતાજીને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે એનાથી હું ઘણો દુ:ખી છું. અમારી વિરૂધ્ધ લગાવેલા તમામ આરોપ ખોટા છે. અખિલેશથી એટલો ખરાબ વર્તન કરાયું કે એમને બીજા ઘરમાં શિફ્ટ થવું પડ્યું. એમનો સામાન પણ બીજા રૂમમાં ફેંકી દેવાયો. અમે અખિલેશને જ સીએમના રૂપમાં જોવા ઇચ્છીએ છીએ.
કહેવાઇ રહ્યું છે કે, આજે મુલાયમ આકરો નિર્ણય લઇ શકે એમ છે. સુત્રોનું માનીએ તો પાર્ટી તૂટવાના આરે છે અને મુલાયમ આજે પોતાનો નિર્ણય જાહેર કરી સૌની ચોંકાવી શકે એમ છે.
તો બીજી તરફ આ ઘટનાક્રમ મામલે પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલે કહ્યું કે, જે પણ થઇ રહ્યું છે કે પાર્ટીએ એની મોટી કિંમત ચૂકવવી પડશે. પાર્ટી નેતાઓ કાર્યકર્તાઓ કાર્યાલય પહોંચી રહ્યા છે.
આજે શું થઇ રહ્યું છે, જાણીએ અપડેટ
#સપા કાર્યાલય બહાર કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઇ
#સપા કાર્યાલય જતાં પહેલા શિવપાલ યાદવ મુલાયમસિંહથી મળવા પહોંચ્યા છે. કાર્યાલય બહાર શિવપાલ સમર્થકોએ કર્યા સુત્રોચ્ચાર
#શિવપાલ બોલ્યા, માત્ર મુલાયમસિંહ ઝિંદાબાદ
#મુલાયમસિંહ સહિત નેતાઓ પાર્ટી કાર્યાલય આવી પહોંચ્યા
શું કહ્યું અખિલેશ યાદવે? જાણો
#સપા સુપ્રીમો મુલાયમની બેઠકમાં અખિલેશ થયા ભાવુક
#સમાજવાદી પાર્ટીના 25 વર્ષ પુરા થયા, મારા પિતા મારા ગુરૂ છે
#નેતાજી તમે સોંપેલા કામ સમય પહેલા પુરા કર્યા છે.
#કોણે કહ્યું કે હું નવી પાર્ટી બનાવીશ, આ એક ષડયંત્રનો જ ભાગ છે.
#મુલાયમસિંહને સંબોધી કહ્યું નેતાજી આપના આર્શીવાદથી સીએમ બન્યો હતો તો અલગ પાર્ટી કેમ બનાવીશ.
આ એમની વિરૂધ્ધ એક ષડયંત્ર છે. જે અમરસિંહની સાથે છે અને અમરસિંહની તરફદારી કરી રહ્યા છે.
શિવપાલ યાદવે શું કહ્યું? જાણો
#મેં પણ પાર્ટી માટે ઘણો સંઘર્ષ કર્યો છે.
#અમે પણ જવાબ આપી શકતા હતા.
#અખિલેશ પર સીધો પ્રહાર કરતાં કહ્યું, શું પાર્ટીમાં મારૂ કોઇ યોગદાન નથી