Home /News /gujarat /

ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો

ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો

ગુજરાતની 26 લોકસભા અને 4 વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થઇ ગઇ છે.

ગુજરાતની 26 લોકસભા અને 4 વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થઇ ગઇ છે.

  ન્યૂઝ18 ગુજરાતી :  આજે 23મી એપ્રિલનાં રોજ દેશની 542 અને રાજ્યની 26 લોકસભા ચૂંટણીની મતગણતરી યોજવામાં આવી. જેમાં ભાજપની આગેવાનીમાં એનડીએ પક્ષને 330 કરતા પણ વધારે બેઠકો મળી રહેતી સ્પષ્ટ દેખાઈ રહી છે. જેને લઈ નક્કી થઈ ગયું હવે ફરી એક વખત મોદી સરકાર બનશે.

  જો આપણે ગુજરાતની 26 લોકસભા સીટની વાત કરીએ તો, રાજ્યમાં આ તમામ બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ હતો, જેમાં રાજ્યની તમામ 26 બેઠકો પર  ભાજપનો ભગવો લહેરાયો છે. આ 26 નેતાઓએ માત્ર જીત જ નથી મેળવી પણ સારા એવા મતની સરસાઈ સાથે જીત મેળવી છે.  તો આપણે જોઈએ કે,  કઈ બેઠક પર કયા ઉમેદવાર કેટલી લીડ સાથે જીત્યા છે.  બેઠકજીતનાર પક્ષવિજેતા ઉમેદવારકેટલા મતથી થઈ જીતહારનાર પક્ષહારનાર ઉમેદવાર 
  અમદાવાદ પૂર્વભાજપહસમુખભાઈ પટેલ434330કોંગ્રેસગીતાબેન પટેલ
  અમદાવાદ પશ્ચિમભાજપડો. કિરીટ સોલંકી321546કોંગ્રેસરાજુ પરમાર
  અમરેલીભાજપનારણભાઈ કાછડીયા201431કોંગ્રેસપરેશ ધાનાણી
  આણંદભાજપમિતેશ પટેલ197718કોંગ્રેસભરત સોલંકી
  બનાસકાંઠાભાજપપરબતબાઈ પટેલ368296કોંગ્રેસપરથીભાઈ ભટોળ
  બારડોલીભાજપપ્રભુભાઈ વસાવા215447કોંગ્રેસડો. તુષાર ચૌધરી
  ભરૂચભાજપમનસુખ વસાવા334214કોંગ્રેસશેરખાન પઠાણ
  ભાવનગરભાજપડો. ભારતીબેન શિયાળ329519કોંગ્રેસમનહરભાઈ પટેલ
  છોટા ઉદેપુરભાજપગીતાબેન રાઠવા377943કોંગ્રેસરણજીતસિંહ રાઠવા
  દાહોદભાજપજશવંતસિંહ ભાભોર127596કોંગ્રેસબાબુભાઈ કટારા
  ગાંધીનગરભાજપઅમિત શાહ557014કોંગ્રેસડો. સી. જે. ચાવડા
  જામનગરભાજપપૂનમબેન માડમ236804કોંગ્રેસમુલુભાઈ કંદોરિયા
  જુનાગઢભાજપરાજેશ ચૂડાસ્મા150185કોંગ્રેસપૂંજાભાઈ વંશ
  કચ્છભાજપવિનોદ ચાવડા305513કોંગ્રેસનરેશ મહેશ્વરી
  ખેડાભાજપદેવુસિંહ ચૌહાણ367145કોંગ્રેસબીમલ શાહ
  મહેસાણાભાજપશારદાબેન પટેલ277472કોંગ્રેસએ. જે. પટેલ
  નવસારીભાજપસી. આર. પાટીલ689668કોંગ્રેસધર્મેશ પટેલ
  પંચમહાલભાજપરતનસિંહ રાઠોડ425354કોંગ્રેસવેચાતભાઈ ખાંટ
  પાટણભાજપભરતસિંહ ડાભી193879કોંગ્રેસજગદીશ ઠાકોર
  પોરબંદરભાજપરમેશભાઈ ધાડુક229823કોંગ્રેસલલીત વસોયા
  રાજકોટભાજપમોહન કુંડારીયા368407કોંગ્રેસલલીત કગથરા
  સાબરકાંઠાભાજપદિપસિંહ રાઠોડ268987કોંગ્રેસરાજેન્દ્રસિંહ ઠાકોર
  સુરતભાજપદર્શના જરદોશ548230કોંગ્રેસઅશોક પટેલ
  સુરેન્દ્રનગરભાજપડો. મહેન્દ્રભાઈ મુંજાપરા273137કોંગ્રેસસોમાભાઈ પટેલ
  વડોદરાભાજપરંજનબેન ભટ્ટ589177કોંગ્રેસપ્રશાંત પટેલ
  વલસાડભાજપડો. કે. સી. પટેલ353797કોંગ્રેસજીતુભાઈ ચૌધરી

  ઉલ્લેખનીય છે કે, આ સમાચાર લખાય છે ત્યારે પણ કેટલીક સીટો પર મતગણતરી ચાલી રહી છે, પરંતુ જે રીતે ભાજપના લગભગ તમામ ઉમેદવાર 1 લાખથી પણ વધારે  મતના અંતરે લીડ કરી રહ્યા છે, તેથી કહી શકાય કે તેમની જીત નિશ્ચિત છે. આવતીકાલ સવાર સુધીમાં ચૂંટણી પંચ સત્તાવાર તમામ બેઠક પર કોની કેટલા મતના અંતરે જીત થઈ તે સ્પષ્ટ કરશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, કોંગ્રેસ, ગુજરાત, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन