રાહુલ ગાંધી 12 જૂને બારડોલીથી 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે
10:13 (IST)
દિલ્હીમાં કોરોનાનાં ડરાવતાં આંકડા: 14 બાળકો કોરોના પોઝિટવ, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ. મોટાભાગનાં બાળકો કોઇને કોઇ બીમારીથી પિડીત હતા અને સાથે કોરોનાએ ભરડો લીધો
આજે શનિવાર, 16 એપ્રિલ 2022 (16th April,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. આજે 16 એપ્રિલ 2022નાં રોજ હનુમાન જયંતી છે હિંદુ કેલેન્ડર અનુસાર હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂનમના દિવસે થયો હતો. માટે હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આજનાં હવામાનની વાત કરીએ તો, રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. હાર્દિક પટેલને આપમાં જોડાવવાં આપ નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે, અમે હાર્દિક પટેલ જેવા ક્રાંતિકારી યુવાનને આમ આદમી પાર્ટીમાં જોડાવવાં આમંત્રણ આપીએ છે. આજે PM મોદી મોરબીમાં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું વર્ચ્યુઅલ અનાવરણ કરશે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે.