રોડ શોમાં લાગી રહ્યાં છે, જય જય શ્રીરામના નારા સાણંદ બસ સ્ટોપ તરફ આગળ વધી રહ્યો છે રોડ શો
13:31 (IST)
સાણંદ બસ સ્ટોપ તરફ આગળ વધી રહ્યો છે, રોડ શો જુદા જુદા સાત પોઇન્ટ પર થશે અમિત શાહનું સ્વાગત ગઢિયા ચાર રસ્તા ખાતે થશે સમાપન
13:25 (IST)
રોડ શોમાં જિતુ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાં અને કુંવરજી બાવળિયા જોડાયા છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ જિતુ વાઘાણી રસ્તા પર ચાલી રહ્યાં છે. જ્યારે અમિત શાહ ગાડી પરથી પુષ્પ વર્ષા કરી કાર્યકરોનું અભિવાદન કરી રહ્યાં છે.
13:22 (IST)
ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં મોટી સંખ્યામાં જોડાયા કાર્યકરો હાથમાં 'મૈ ભી ચોકીદાર હું' ના પોસ્ટર લઈને કાર્યકરો ભાજવનો ધ્વજ લહેરાવી રહ્યાં છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહના સમર્થનમાં અમદાવાદના સાણંદખાતેથી રોડ શો યોજાઈ રહ્યો છે. આ રોડ શોમાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા છે. અમિત શાહ આજે સાંજે પાંત વાગ્યે ચૂંટણી પ્રચારના પડધમ શાંત થાય તે પહેલાં પોતાના મતક્ષેત્રની સરખેજ, વેજલપુર સાણંદ જેવી બેઠકો પરના વોટ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. સવારે અમિત શાહે અમદાવાદ શહેરના સિંધુ ભવન અને પ્રહલાદ નગર ખાતે વિવિધ સોસાયટીના પ્રમુખો અને સેક્રેટરીઓ સાથે બેઠક યોજી હતી. સાણંદમાં શરૂ થયેલો રોડ શો ગઢિયા ચાર રસ્તા ખાતે સમાપ્ત થયો હતો. સાત લાખ મતોની લીડથી અમિત શાહના વિજય થાય તેવા સંકલ્પ સાથે આ રોડ શો સમાપ્ત થયો હતો.