Home /News /gujarat /

આગામી ત્રણ દિવસમાં રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી ત્રણ દિવસમાં રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

વરસાદની સેટેલાઇટ તસવીર

ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેશી ગયું છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત ભરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી.

    ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેશી ગયું છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત ભરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી.  આજે ગુરુવારે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

    અમદાવાદ હવામાન ખાતાની વેબસાઇટ ઉપર કરેલી આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. જેમાં પહેલા દિવસે એટલે કે 28ની જૂનના દિવસે દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓમાં વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના બાદ કરતા ધીમીધારે વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લામાં વરાસદ રહેશે. કચ્છ અને દિવસમાં પણ ઓછા પ્રમાણમાં વરસાદ રહે છે. આ સિવાયના જિલ્લાઓમાં ચોખ્ખુ હવામાન રહેશે.

    29મી જૂનના દિવસે બનાસકાંઠા અને પાટણ જિલ્લાને બાદ કરતા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાત અને કચ્છના તમામ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, રાજકોટ, કચ્છમાં વરસાદ રહેશે. બાકીના વિસ્તારોમાં ચોખ્ખુ વાતાવરણ રહેશે. કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી છે.

    આ પણ વાંચોઃ-સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ, નાવલી નદીમાં ઘોડાપૂર

    30મી જૂનના દિવસે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવાથી વધારે પ્રમાણનો વરસાદ રહેશે. મધ્ય ગુજરાતના પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર, અરવલ્લીમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarat monsoon, Gujarat state, IMD, અમદાવાદ, વરસાદ

    આગામી સમાચાર