નર્મદાઃ 'સોસાયટીમાં દલિત-મુસ્લિમને મકાન વેચવું કે ભાડે આપવું નહીં'

એક તરફ સોસાયટી અને બીજી બાજુ વાયરલ થયેલી તસવીર

ક્લેક્ટરે કહ્યું કે સોસાયટીના લોકો દ્વારા ચોક્કસ સમાજના લોકોને આ સોસાયટીમાં મકાન આપવું નહિ એવું લખેલું છે પરંતુ પત્રની નીચે કોઈની સહી નથી.

 • Share this:
  દિપક પટેલ, નર્મદાઃ નાંદોલ તાલુકાના વડિયા ગામ પાસે આવેલી સત્યમનગર સોસાયટીમાં ફતવો કાઢતા દલિત સમાજ નારાજ થયો છે. દલિત સમાજ અને મુશ્લીમ સમાજને સોસાયટીમાં મકાન ભાડે કે વેચાણ નહિ આપવાના ફતવા સામે જિલ્લા ક્લેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

  નાંદોદ તાલુકાના વડિયા ગામ ખાતે આવેલી સત્યમનગર સોસાયટીના રહીશો દ્વારા એક ફતવો બહાર પડાયો, જેમાં જણાવાયું કે સત્યમનગર સોસાયટીમાં વણકર કે મુસ્લિમ સમાજને પ્રોપર્ટી ખરીદવા દેવામાં આવશે નહિ અને અહીં રેહનાર કોઈ પણ મકાન માલિકે આ સમાજના લોકોને ભાડે મકાન આપવું નહિ. સોસાયટીની મિટિંગ બોલાવી કહેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું રહ્યું છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ 'ઢબુડી મા' એક ગાદીનાં 80 લાખથી સવા કરોડ રૂપિયા લે છે : વિજ્ઞાન જાથા

  જો કે મિટિગ દરમિયાન બહાર પાડવામાં આવેલા ફતવાનો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારબાદ દલિત સમાજમાં નારાજગી વ્યાપી છે. સમાજના આગેવાનોએ નર્મદા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર એચ કે વ્યાસને આવેદન પત્ર પણ આપ્યું હતું. આ અંગે નર્મદા જિલ્લા અધિક કલેક્ટર એચ કે વ્યાસે મીડિયા સમક્ષ વાત કરતા જણવ્યું હતું કે મને આ બાબતે આવેદન પત્ર મળ્યું છે.

  ક્લેક્ટરે કહ્યું કે સોસાયટીના લોકો દ્વારા ચોક્કસ સમાજના લોકોને આ સોસાયટીમાં મકાન આપવું નહિ એવું લખેલું છે પરંતુ પત્રની નીચે કોઈની સહી કે એવું કઈ ન હતું પણ અમે સરકારમાં જાણ કરી છે અને ડીએસપીને લેટરની જાણ કરવામાં આવી છે.
  Published by:Sanjay Vaghela
  First published: