Home /News /gujarat /

કંપનીમાં હજી પણ સમલૈંગિકો માટે જીવન સામાન્ય નથી, મોટાભાગના ગે વ્યક્તિઓ જીવે છે બેવડું જીવન: અભ્યાસ

કંપનીમાં હજી પણ સમલૈંગિકો માટે જીવન સામાન્ય નથી, મોટાભાગના ગે વ્યક્તિઓ જીવે છે બેવડું જીવન: અભ્યાસ

આ અભ્યાસ માત્ર LG [લેસ્બિયન અને ગે પુરુષો] માટે જ નહીં, પરંતુ બધાને સુરક્ષિત અહેસાસ કરાવવાની HR પોલિસીનો મુદ્દો ઉભો કરે છે.

આ અભ્યાસ માત્ર LG [લેસ્બિયન અને ગે પુરુષો] માટે જ નહીં, પરંતુ બધાને સુરક્ષિત અહેસાસ કરાવવાની HR પોલિસીનો મુદ્દો ઉભો કરે છે.

અમદાવાદ: 2018માં અકુદરતી સેક્સ સંબંધિત ભારતીય દંડ સંહિતાની વિવાદાસ્પદ કલમ 377 (Section 377 of the Indian Penal Code) રદ કરવામાં આવી હતી. ત્યારબાદ પણ સ્થિતિમાં કોઈ અસરકારક બદલાવ આવ્યો ન હોવાનું ફલિત થાય છે. ખાસ કરીને કોર્પોરેટ ક્ષેત્ર (Gay people in Corporate sector)માં સમલૈંગિક લોકો માટે હજી અનુકૂળ વાતાવરણ ન હોવાનું સામે આવ્યું છે.

TOIના અહેવાલ મુજબ આઈઆઈએમ-અમદાવાદ (IIM-A) અને MDI, ગુરુગ્રામ દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં જણાવાયું છે કે, કલમ 377 નાબૂદ કરવાથી ભારતીય કંપનીઓમાં વ્યાપક સર્વસામાન્યતા આવી નથી. મોટાભાગના લોકોએ હજી પણ તેમના જાતીય અભિગમને તેમના બોસથી છુપાવવાનું પસંદ કર્યું છે. તેઓ કારકિર્દી પર ખરાબ અસરના ડરથી બેવડું જીવન જીવવાનું ચાલુ રાખ્યું છે. બીજી તરફ આ વાતનું બીજું પાસું બતાવવા સંશોધકો દ્વારા ગે અને લેસ્બિયન એક્ઝિક્યુટિવ્સ અને મેનેજર્સના ઇન્ટરવ્યુમાં જાણવા મળ્યું છે કે, તેઓ હવે તેમના સહકાર્યકરો પર વિશ્વાસ મૂકી શકે છે.

આ અભ્યાસ ફ્રોમ ફિયર ટુ કરેજ: ઇન્ડિયન લેસ્બિયન્સ એન્ડ ગેની કવેસ્ટ ફોર ઇન્ક્લુઝિવ એથિકલ ઓર્ગેનાઇઝેશન્સના મથાળા હેઠળ સ્પ્રિંગર ગ્રૂપના 'જર્નલ ઓફ બિઝનેસ એથિક્સ'માં પ્રકાશિત થયો હતો. આ અભ્યાસ અર્નેસ્ટો નોરોન્હા અને IIM-Aના પ્રેમિલા ડીક્રુઝ અને MDI ગુડગાંવની નિધિ એસ બિશ્તે લખ્યો હતો. આ અભ્યાસમાં ભારત સ્થિત કેટલીક અગ્રણી કંપનીઓ સાથે કામ કરતા 40 ગે અને લેસ્બિયનના અનુભવોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતના કોર્પોરેટ સ્ટ્રક્ચર્સમાં ગે વ્યક્તિઓની વર્ક લાઇફ પર થયેલા ખૂબ ઓછા અભ્યાસમાં આ સ્ટડીનો સમાવેશ થાય છે.

આ ઇન્ટરવ્યુમાં જવલ્લે જ જોવા મળતી અને માર્મિક વાતો સામે આવી હતી. ઉદાહરણ તરીકે, આ અભ્યાસમાં ભાગ લેનાર મોટા ભાગના ઉત્તરદાતાઓ બેવડી જિંદગી જીવતા હતા. તેઓ બહારથી સ્ટ્રેઇટ હોવાનો દેખાવ કરતા હતા. તેઓ મિત્રો અને સાથીદારો અથવા પરિવાર માટે અલગ અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ રાખતા હતા. તેઓ બહિષ્કાર અને ગુંડાગીરીથી પણ ડરતા હતા. તેમાંના લગભગ બધાને તેમના લગ્ન, સામાજિક જીવન અને તેમની ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ વિશેના પ્રશ્નોનો સામનો કરવો પડતો હતો.

સંશોધનકારોએ જણાવ્યું હતું કે, કેટલાક ઉત્તરદાતાઓએ તેમના માટે વિશ્વાસપાત્ર અને સમજદાર સાથીદારોને વિશ્વાસમાં લીધા હતા. ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓએ પહેલા LGBT અધિકારો અથવા ફિલ્મો જેવા વિષયો પર સમજદારીપૂર્વક ચર્ચા કરીને તેમના સાથીદારોના વિચારોનું મૂલ્યાંકન કરવું પડ્યું હતું.

IIM-Aમાં ઓર્ગેનાઇઝેશનલ બીહેવીયર શીખવતા પ્રોફેસર નોરોન્હાએ જણાવ્યું હતું કે, આ અભ્યાસ મુખ્યત્વે ભારતમાં સમલૈંગિક લોકોના વર્કપ્લેસના અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરતા પ્રથમ અભ્યાસમાંનો એક છે. ઉત્તરદાતાઓને શોધવામાં અમને ઘણો સમય લાગ્યો હતો. કેટલાક ઉત્તરદાતાઓ સાવચેતી સાથે બહાર આવ્યા હતા. આ અભ્યાસ માત્ર LG [લેસ્બિયન અને ગે પુરુષો] માટે જ નહીં, પરંતુ બધાને સુરક્ષિત અહેસાસ કરાવવાની HR પોલિસીનો મુદ્દો ઉભો કરે છે.

આ પણ વાંચો - અમારી દીકરી ખોવાથી અમને ઘણું દુખ છે પરંતુ ન્યાયથી અમને સંતોષ છે: ગ્રીષ્માના પરિવારજનો

પ્રોફેસર નોરોન્હાએ જણાવ્યું હતું કે, આ અભ્યાસમાં સમલૈંગિક પુરુષોની તુલનામાં લેસ્બિયન જાહેરમાં આવે ત્યારે તેમને વધુ પડકારોનો સામનો કરવો પડતો હોવાની વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

અભ્યાસ દર્શાવે છે કે, કેટલીક કંપનીઓ આ બાબતે ખાસ પોલિસી ધરાવતી હોવાથી ઉત્તરદાતાઓના માત્ર એક નાનકડા હિસ્સાએ જ તેમના બોસને તેમના જાતીય અભિગમ વિશે જણાવ્યું હતું. તેમને ડર છે કે આવા ઘટસ્ફોટથી પગાર વધારો અથવા બઢતી મેળવવાની તેમની શક્યતાઓને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો - Photos: યુરોપ પ્રવાસમાં પીએમ મોદીએ નેતાઓને આપી ગુજરાતી હસ્તકલા સહિતની ભેટો

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તરદાતાઓની સર્વસંમતિથી માને છે કે, વર્કપ્લેસ કોઈ પણ નેમ-કોલિંગ, ગુંડાગીરી અથવા હેટ્રોનોર્મટીવીટીના પ્રભુત્વને મંજૂરી આપશો નહીં. દરેકના યોગદાનને સમાનરૂપે મૂલ્ય આપો.

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, વિવિધ જાતીય અભિગમના વિચાર ધરાવતી અને પુરુષ અને સ્ત્રી દ્વિસંગીથી આગળ જોતી સંસ્થાઓને વિશ્વસનીય, સુરક્ષિત, સલામત અને નૈતિક માનવામાં આવતા હતા.
First published:

Tags: IIM-A, Research, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર