Home /News /gujarat /

Ahmedabad News: ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા, હજુ પણ ભાવ વધવાનું વેપારીઓનું અનુમાન

Ahmedabad News: ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા, હજુ પણ ભાવ વધવાનું વેપારીઓનું અનુમાન

ઉનાળાની શરૂઆતથી લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે

Ahmedabad Fruit market: ઉનાળાની શરૂઆતથી લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. જમાલપુર રિટેલ માર્કેટમાં 1 કિલો લીંબુના ભાવ 90 થી 100 રૂપિયા છે. અને વેપારીઓનું અનુમાન છે કે ઉનાળામાં હજી પણ ભાવ વધશે.

દેશમાં રોજે રોજ મોંઘવારી વધી રહી છે અને તેની ખાસ અસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પડી રહી છે. હવે તો શાકભાજીના ભાવ પણ વધી ગયા છે. ત્યાં જ શિયાળામાં જ શાકભાજી સસ્તી નથી થઇ તો ઉનાળામાં તો આશા શુ રાખવાની? ઉનાળાની શરૂઆત થઈ છે ધીમે ધીમે તાપમાન પણ વધી રહ્યું છે. ત્યારે ટૂંક સમયમાં કાળઝાળ ગરમીની પણ શરૂઆત થઈ જશે. આથી ઉનાળામાં સ્વાસ્થ માટે લીંબુપાણી સારું કહેવાય છે. પરંતુ ઉનાળાની શરૂઆતથી લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. જમાલપુર રિટેલ માર્કેટમાં 1 કિલો લીંબુના ભાવ 90 થી 100 રૂપિયા છે. અને વેપારીઓનું અનુમાન છે કે ઉનાળામાં હજી પણ ભાવ વધશે.

અમદાવાદના લીંબુના વેપારી ઈશ્વર પરમાર જણાવ્યું છે કે ઉનાળાની શરૂઆત થઈ છે અને લીંબુની આવક ઓછી થઇ ગઇ છે. મહેસાણા તરફથી આવતા લીંબુની આવક ઓછી છે, મહારાષ્ટ્ર, મદ્રાસ અને વિજાપુર તરફથી લીંબુ આવે છે. જમાલપુરના રિટેલ માર્કેટમાં 90 થી 100 રૂ. ભાવ છે અને હજી પણ ભાવ વધારો થશે.

આ પણ વાંચો- રાજકોટ : બુટલેગર સલીમ કુરેશીને મોતને ઘાટ ઉતારનાર 8 જેટલા આરોપીઓ ઝડપાયા, 3ની શોધખોળ શરૂ

ગ્રાહક જયકિશોર સોનીએ જણાવ્યું કે જમાલપુર માર્કેટમાં લીંબુના ભાવ એક કિલોના 100 રૂપિયા છે. જે અન્ય વિસ્તારમાં 150 આસપાસ મળે છે. જમાલપુર અને બીજા માર્કેટ ભાવમાં ઘણો તફાવત હોય છે શાકભાજી તો શિયાળામાં પણ સસ્તું મળ્યું નથી અને ઉનાળામાં તો ભાવ વધી જતાં હોય છે. જમાલપુર રિટેલ માર્કેટમાં ભીંડા 70 થી 80 રૂ. કિલો છે, ગવાર 100થી 120 રૂ.કિલો, ટીંડોળા 70 થી 80 રૂ./કિલો, ફ્લાવર 50 રૂ તો રીંગણ 30 થી 40 રૂ પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે.

આ પણ વાંચો- અમદાવાદઃ 'તું મારી નહીં તો કોઈની નહીં', ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવી પ્રેમિકાની હત્યાની ઘટના

શાકભાજીના હોલસેલ વેપારી અહેમદ પટેલનું કહેવું છે કે, ઉનાળાની શરૂઆત થઈ ગઇ છે સાથે જ ઉનાળુ શાકભાજી આવકની આવક શરૂ થઈ છે. શિયાળામાં શાકભાજીના ભાવ હતા તે સ્થિર છે. અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હોય છે. જો કે લીંબુના ભાવ તો વધી રહ્યા છે પરંતુ હવે ઉનાળો આગળ વધતા શાકભાજીના ભાવ પર અસર જોવા મળશે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarat News, Gujarati news, Lemon, અમદાવાદ

આગામી સમાચાર