Home /News /gujarat /

લદ્દાખના આ એન્જિનિયર પાસેથી પાણી-શિક્ષણના પ્રશ્નોનો હલ જાણો

લદ્દાખના આ એન્જિનિયર પાસેથી પાણી-શિક્ષણના પ્રશ્નોનો હલ જાણો

  ફિલ્મ 3 ઈડિયટના ફુંગશુંક વાંગડુ તમને યાદ જ હશે. તમને ખબર છે કે ફુંગશુંક વાંગડુનું આ કેરેકટર રિયલ લાઈફના સોનમ વાંગ્ચુકથી પ્રેરિત છે. અમદાવાદમાં આ જ સોનમ વાંગ્ચુકે સેપ્ટના વિદ્યાર્થીઓ સાથે અલગ અલગ ઈનોવેશન્સ માટે આઈડિયા આપ્યા હતા અને લેક્ચર દરમિયાન કેવી રીતે નાના નાના પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય એ અંગે જણાવ્યું હતું.

  ખાસ ન્યૂઝ18 ગુજરાતી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં લદ્દાખી એન્જિનિયર સોનમ વાંગ્ચુકે સ્પષ્ટ જણાવ્યું હતું કે માત્ર પુસ્તકિયા જ્ઞાન વડે ગુજરાતમાં પાણીની તંગીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય. એના માટે પ્રેક્ટિકલી આજના યુથે વિચારવું પડશે. આ સાથે ભારતમાં સ્ત્રીઓ પર થતા અત્યાચાર પર પણ તેમને બાળકના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. .

  સોનમ વાંગ્ચુકે શિક્ષણ વિશેની મુશ્કેલી વિશે જણાવ્યું હતું કે આપણી પાસે સિસ્ટમ છે એ સારી વાત છે, પણ એ સમય આધારિત છે. આજના સમયમાં શિક્ષણ અંગેની સૌથી મોટી મુશ્કેલી એ છે કે એ આજના સમયના દેશમાં ઊભી મુશ્કેલીઓ ચેલેન્જીસમાંથી રસ્તો કાઢી શકતી નથી. ખાસ કરીને ગ્રામીણક્ષેત્રે. એથી લદ્દાખ ખાતેની શાળામાં વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચીને ડિગ્રી મેળવતા નથી, પરંતુ તેઓ શાળામાં જ જીવનને સરળ બનાવવા માટેનું જ્ઞાન એકત્ર કરે છે. શિયાળામાં પર્વતીય ક્ષેત્રના પ્રશ્નો, રણમાં પાણીની બચત બધું જ કરી શકે છે. ગુજરાતમાં શિક્ષણ અને પુસ્તકિયા જ્ઞાન સિવાય ઘણી મુશ્કેલીઓ સોલ્વ કરી શકીએ છીએ. પરંતુ આપણે કરતા નથી. માત્ર એક્ઝામ આપીને પેપર લખીને પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ.

  સોનમ વાંગ્ચુકે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણમાં બદલાવ ત્યારે જ આવશે, જ્યારે તમે બાળકોને પ્રેક્ટિકલ કંઈક કરવા આપશો. ગુજરાત અને ન્યૂ યોર્કમાં જ્યારે તમે બાળકોને ક્લાસરૂમમાં નાખો છો અને બધું જ વાંચવા અને યાદ રાખવા કહો છો, પરંતુ તે જો પ્રેક્ટિકલી કરી ન શકે તો એ સૌથી મોટો પ્રોબ્લેમ છે.

  તેમણે આઈસ સ્ટુપાસ વિશે જણાવ્યું હતું કે આઈસ સ્ટુપાઝ એ ઉદાહરણ છે, જેના દ્વારા પાણીની તંગી કેવી રીતે સોલ્વ કરી શકાય છે. આ ઈનોવેશન દ્વારા અમે વિચાર કર્યો છે કે અમે અલગ અલગ યુનિવર્સિટીમાં કામ કરીશું, જેમાં ખાસ આજનામાં યુવાનોને આજની મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા માટે પ્રેરણા આપીશું, જેની કદાચ દેશ અને દુનિયાની અલગ અલગ જગ્યાએ રેપલિકા બની શકે છે.

  સોનમ વાંગ્ચુકે ફિલ્મ 3 ઈડિયટમાં યુટયૂબ ટુટોરિયલ દ્વારા સ્ત્રી બાળકને જન્મ આપે એ ઈનોવેટિવ સીન વિશે જણાવ્યું હતું કે મારું માનવું છે કે જ્યારે બાળકનો જન્મ થયા બાદ થોડા વર્ષ બાદ તેને શાળામાં મૂકવામાં આવે ત્યારે તેની પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આજે મા-બાપ માને છે કે યુનિવર્સિટીમાં બાળકના વ્યક્તિત્વનો વિકાસ થાય છે, પરંતુ એવું નથી. આંગણવાડી અને પ્રિસ્કૂલમાં જે બાળકનો વિકાસ થાય છે એની અસર આખા જીવન દરમિયાન રહે છે.

  Deepika Khuman, Reporter, News18  ગુજરાતી 
  Published by:Sanjay Joshi
  First published:

  Tags: Innovation, Water Problem, અમદાવાદ, ગુજરાત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन