Home /News /gujarat /વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા 24 જ દિવસમાં સવા સાત કરોડના ખર્ચે થયું આ કામ, લોકોને મળશે લાભ

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા 24 જ દિવસમાં સવા સાત કરોડના ખર્ચે થયું આ કામ, લોકોને મળશે લાભ

X
Vallabh

Vallabh Youth Organization

સમગ્ર ગુજરાત રાજ્ય સહિત જૂનાગઢમાં પણ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક અદ્દભુત ભગીરથ કાર્ય થયું છે, જેના થકી અનેક લોકોને આ લાભ મળવાનો

કોરોના મહામારીની બીજી લહેરમાં આપણે સૌએ જોયું કે, પ્રાણવાયુ રૂપી ઓક્સિજનની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી. જેને લઈને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા પણ સેવાકીય પ્રવૃત્તિનો ભાગ બની જનતા માટે મદદરૂપ બની છે. આ સંસ્થા દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ 29 સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટ દાન કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત જૂનાગઢ શહેરની હાટકેશ હોસ્પિટલ ખાતે ગત તા.4થી ઓક્ટોબરના રોજ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. અંદાજે રૂ.20 લાખના ખર્ચે તૈયાર થયેલ 1 ટનની કેપેસિટી ધરાવતો આ ઓક્સિજન પ્લાન્ટ એકીસાથે 20 થી 25 જેટલા દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવા માટે સક્ષમ છે. આવનારા સમયમાં જરૂર પડ્યે આ પ્લાન્ટ અહીં સારવાર માટે આવનારા દર્દીઓ માટે સંજીવની સમો બની રહેશે.

જેનો લોકાર્પણ કાર્યક્રમ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.108 વ્રજરાજકુમારજી મહોદયની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ, કમિશનર રાજેશભાઈ તન્ના, સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.સુશીલ કુમાર સહિતના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ ઉપસ્થિતિઓને સંબોધતા જણાવ્યું હતું કે; વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન દેશમાં પહેલી અને એકમાત્ર એવી સંસ્થા છે, જેણે એક જ રાજ્યમાં 29 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો. વધુમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોના મહામારીમાં કરેલી કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, અમારૂ તો દાયિત્વ એટલું જ છે કે સરકારને અમે સહયોગ આપીએ જ્યારે જ્યારે જરૂર પડે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન મદદ માટે તૈયાર છે.
First published:

Tags: Oxygen plant, હોસ્પિટલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો