આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ COVID19 રસીઓ Covovax અને Corbevax અને એન્ટિ-વાયરલ દવા મોલનુપીરાવીરના (Anti-viral drug Molnupiravir) ઉપયોગને મંજૂરી આપી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે મંગળવારે આ જાણકારી આપી. ટ્વીટ્સની શ્રેણીમાં રાષ્ટ્રને અભિનંદન આપતા, આરોગ્ય પ્રધાને કહ્યું કે, મોલનુપીરાવીર એક એન્ટિવાયરલ દવા છે જેનું ઉત્પાદન દેશની 13 કંપનીઓ દ્વારા COVID-19 ના પુખ્ત દર્દીઓની સારવાર માટે કટોકટીની પરિસ્થિતિઓમાં પ્રતિબંધિત ઉપયોગ માટે કરવામાં આવશે.