અમદાવાદ : શહેરમાં (Ahmedabad)રહેતી એક યુવતીનો તેના બોસ અને અન્ય મહીલા સાથેનો ફોટો કોઈએ અપલોડ કરી તેમાં પતિ પત્ની ઔર વો લખી બદનામ કરી હતી. આ યુવતીના બોસ માટે 38 વર્ષનો ઘરડો 19 વર્ષની સુવર જેવી છોકરી સાથે રખડતો તેવી પોસ્ટ કરાઈ હતી. જે એક મહિલાએ જ કરી હોવાનો શક ઉભો થયો હતો. મહિલાએ ફરિયાદ કરશો તો બળાત્કારની (Rape)ફરિયાદ નોંધાવીશ તેવી ધમકી પણ આપી હતી. યુવતીની બદનામી થતા આખરે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે (Police)તપાસ શરૂ કરી છે.
શહેરના મેઘાણી નગરમાં રહેતી 19 વર્ષીય યુવતી તેની માતા અને ભાઈ સાથે રહે છે. આ યુવતી એક બુક સ્ટોલમાં નોકરી કરે છે. આ યુવતી દુકાને નોકરી પર હાજર હતી. ત્યારે તેના ફેસબુક ફ્રેન્ડે મેસેન્જર પર મેસેજ કરી એક વાતની જાણ કરી હતી. આ ફેસબુક ફ્રેન્ડે યુવતીને જણાવ્યું કે તેનો અને તેના બોસનો અને સાથે એક મહિલાનો ફોટો કોઈ ચિરાગ નામના વ્યક્તિએ અપલોડ કર્યો છે. જેમાં કેપ્શનમાં પતિ પત્ની ઔર વો જેવું લખાણ લખ્યું છે. આ ફોટોમાં યુવતીના બોસ અને એક મહિલાનો ફોટો હતો અને સાઈડમાં તેનો ફોટો હતો. જેમાં ત્રણેક લોકોએ કોમેન્ટ પણ કરી હતી.
યુવતીએ તેના બોસને આ વાતની જાણ કરી અને ફેસબુક પર આ પોસ્ટની જાણ કરનાર યુવકે યુવતીને સ્ક્રીન શોટ પણ મોકલ્યા હતા. આ જે ફોટો અપલોડ કર્યો હતો તેમાં જે મહિલા હતી તે દુકાને ચોપડીઓ છપાવવા આવતી હોવાથી આ યુવતી તેને છ માસથી ઓળખતી હતી. આ મહિલાને જાણ કરતા તેણે યુવતીને જણાવ્યું કે તારો બોસ મારો પતિ થાય છે કહીને ફોન મૂકી દીધો હતો. બાદમાં સાયબર ક્રાઇમમાં ફરીયાદ કરવાનું નક્કી કર્યું હતું. તેવામાં જ આ જે મહિલાનો ફોટો હતો તેણે જણાવ્યું કે જે લોકોએ કોમેન્ટ કરી છે તે ફેક આઈડી પરથી કોમેન્ટ કરી છે અને મેં પણ ફેક આઈડી પરથી કોમેન્ટ કરી છે. જો તમે લોકો ફરિયાદ કરશો તો બળાત્કારની ફરિયાદ કરીશ તેવી ધમકી આપી હતી.
બાદમાં યુવતીના બોસના મિત્રએ જાણ કરી કે વધું એક કોમેન્ટ તેમના માટે કરાઈ છે. જેમાં ઇન્દ્રોડા પાર્કમાં સમાજનો આગળ પડતો 38 વર્ષનો ઘરડો 19 વર્ષની સુવર જેવી છોકરી સાથે રખડતો જેનો બુક સ્ટોલનો ધંધો હતો. જેથી આ બકુલા નામની મહિલાએ અલગ અલગ ફેક આઈડી પરથી યુવતી અને તેના બોસના ફોટો મૂકી બીભત્સ બદનામી થાય તેવા લખાણ અને કોમેન્ટ કરતા આખરે યુવતીએ મેઘાણી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર