Home /News /gujarat /

Bullet Train માટે અમદાવાદના આ વિસ્તારની આટલી જમીન સંપાદન કરાશે

Bullet Train માટે અમદાવાદના આ વિસ્તારની આટલી જમીન સંપાદન કરાશે

અચેર, ચેનપુર, કાળીગામ અને વિંઝોલ ગામોની જમીન સંપાદન થશે

મુંબઇ - અમદાવાદ હાઇસ્પીડ ( બુલેટ ટ્રેન ) પ્રોજેકટ માટે ચાર ગામની ૫૫૯૪૭ ચોમી જમીન સંપાદન કરાશે

    પ્રણવ પટેલ, અમદાવાદ: મોદી સરકારનાં અતિ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન (Bullet train) પ્રોજેક્ટ માટે જમીન સંપાદન (land acquisition) કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) લીલીઝંડી આપી દીધી છે. ગુજરાત હાઇકોર્ટનાં જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે ખેડૂતોની 4 ગણા વળતરની માંગણીને ફગાવી દીધી છે. આ સાથે વળતરનો મુદ્દો કોર્ટે ખુલ્લો રાખ્યો છે. આ અંગે હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ઓથોરિટી ગણાવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં કેટલી જમીન સંપાદન કરાશે, તે અંગેની માહિતી ન્યુઝ૧૮ ગુજરાત પાસે આવી છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા ચાર ગામની જગ્યા સંપાદન કરવા અંગોની જાણ એએમસીને કરવામાં આવી છે. એએમસી સૌથી મોટી કમિટી એની સ્ટેન્ડીંગ કમિટીમાં મહેસૂલ વિભાગ દ્વારા જાણ સારૂ કામ મુકાયું છે.

    મુંબઇ - અમદાવાદ હાઇસ્પીડ રેલવે ( બુલેટ ટ્રેન ) પ્રોજેકટ માટે એએમસી વિસ્તારમાં સમાવિષ્ટ, અચેર, ચેનપુર, કાળીગામ અને વિંઝોલ ગામોની જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુન: વસનમાં વ્યાજબી વળતર અને પારદર્શકતાથી સંપાદન હાથ ધરવામાં આવશે.

    મળતી માતિ મુજબ, મોજે અચેરના કુલ ૧ સર્વે નંબરની ૩૫૧ ચોમી જમીન, તો મોજે ચેનપુરના કુલ ૭ સર્વે નંબરની ૯૦૬૮ ચોમી જમીન, તો મોજે કાળી ગામના કુલ ૩ સર્વે નંબરની ૨૭૬૮૭ ચોમી જમીન, તો આ બાજુ મોજે વિંઝોલ ગામના કુલ ૭ સર્વે નંબર ૧૮૮૭૧ ચોમી જમીન સંપાદન કરવામાં આવશે.

    મહેસૂલ વિભાગ અને બુલેટ ટ્રેન પ્રોજક્ટ વિભાગ દ્વારા એએમસીની સામાન્ય સભા જમીન સંપાદન અંગે જાણી શકે તે માટે દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં જાણ સારૂ માહિતી મુકવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Land acquisition

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन