Home /News /gujarat /

ભાજપના ઉમેદવારની પુત્રી સાથે છેડછાડ બાદ હંગામો, પોલીસ બંદોબસ્ત

ભાજપના ઉમેદવારની પુત્રી સાથે છેડછાડ બાદ હંગામો, પોલીસ બંદોબસ્ત

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ફરી એકવાર તણાવનો માહોલ છવાયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પુત્રી સાથે છેડછાડની ઘટના સામે આવી છે જેને પગલે માહોલ તંગદિલી ભર્યો બન્યો છે. ઉમેદવારની પુત્રી સાથે કેટલાક યુવકોની કથિત છેડછાડ બાદ આ સ્થિતિ સર્જાઇ છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ફરી એકવાર તણાવનો માહોલ છવાયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પુત્રી સાથે છેડછાડની ઘટના સામે આવી છે જેને પગલે માહોલ તંગદિલી ભર્યો બન્યો છે. ઉમેદવારની પુત્રી સાથે કેટલાક યુવકોની કથિત છેડછાડ બાદ આ સ્થિતિ સર્જાઇ છે.

આ પહેલા પણ આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જિલ્લામાં સ્થિતિ બગડી હતી અને કરફ્યૂ લગાવવો પડ્યો હતો.

બુધવાર રાતની ઘટના બાદ કોતવાલી પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા અને ટોળાંને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને બજાર બંધ કરાવાયા હતા.

સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે આસિસ્ટંટ કલેકટર સૈમુલપાલ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક દીપેન્દ્રનાથ ચૌધરીએ પોલીસ સાથે ઘટના સ્થળની મુલાકાત પણ કરી હતી.

અહીં નોંધનિય છે કે, બુધવારે બપોરે ભાજપના ઉમેદવાર યોગેશ વર્માની પુત્રી સાથે કેટલાક યુવકોએ કથિત છેડછાડ કરી હતી. જેને પગલે મામલો બીચક્યો હતો અને સ્થિતિ વણસી હતી.
First published:

Tags: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી, ઉમેદવાર, છેડછાડ, ભાજપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन