અમદાવાદઃRJ કૃણાલની પત્ની ભૂમિના આપઘાત કેસમાં કૃણાલના માતા-પિતાના આગોતરા જામીન મિરઝાપુર કોર્ટે માન્ય રાખ્યા છે. જો કે કૃણાલના માતા-પિતાને ગુજરાત ન છોડવા કોર્ટનું ફરમાન કરાયું છે. તેમજ રૂ.10,000ના બોન્ડ આપવા પણ આદેશ કરાયો છે.

આરજે કૃણાલના પત્ની ભૂમિએ તા.21 જાન્યુ.ના આનંદનગર રોડ પરના સચીન ટાવરના 8મા માળેથી પડતું મુકીને આપઘાત કર્યો હતો. જેથી ભૂમિના માતા કવિતાબહેને કૃણાલ અને તેના માતા પુષ્પાબેન તેમજ પિતા ઇશ્વરભાઇ દેસાઇ વિરુધ્ધ ભૂમિને શારીરિક-માનસિક ત્રાસ આપીને આત્મહત્યા કરવા મજબૂર કરી હોવાની ફરિયાદ કરી હતી. જેમાં આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કરવી, દહેજની માંગણી, શારિરીક-માનસિક ત્રાસ આપવો તેમજ મદદગારી કરવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
જાણવા મળ્યા મુજબ બેંગકોકમાં ભૂમિ દ્વારા થયેલા ડાંસથી કૃણાલ નારાજ હતો. બેંગકોકથી આવ્યા બાદ થતી અવગણના આપઘાત માટે કારણ બની હોવાનું મનાય છે. ભૂમિના પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ દહેજની માંગણી કરાઇ હોવાનું કહેવાયું હતું. જો કે રૂ.25 લાખની ડિમાન્ડના કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી.
RJ કૃણાલની પત્ની ભૂમિના આપઘાત કેસમાં ભૂમિના માતા-પિતાની ફરિયાદ બાદ કૃણાલની ધરપકડ કરી 30મી સુધીના રીમાન્ડ મંજુર કરાયા હતા. જે આજે પુર્ણ થતા કુણાલને મિરઝાપુર કોર્ટમાં રજુ કરાયો હતો. પોલીસે વધુ રિમાન્ડ ન માગતા કૃમાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે.વધુ સુનાવણી 12 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
કોર્ટમાં રજૂ થતાં પહેલા કૃણાલે મીડિયા સમક જણાવ્યું હતું કે,મેં પોલીસને તપાસમાં સહયોગ આપ્યો છે.હું નિદોર્ષ છું. રિમાન્ડ પૂર્ણ થતાં આનંદનગર પોલીસે કૃણાલને કોર્ટમાં રજુ કર્યો હતો.