ન્યૂઝ18 ગુજરાતી: પુસ્તકો સાથે ડિજિટલાઇઝેશન અપનાવવા માટે કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા ગુજરાતી ભાષામાં મોબાઇલ એપ્લીકેશન ફ્રી ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર)+3 ડી વીડિયો દર્શનની રજૂઆત કરવામાં આવી છે.
વર્ષ 2019-20થી ગુજરાતમાં એનસાઇઆરટી કોર્સ અમલી બનવા જઇ રહ્યો છે. આથી, ગુજરાતમાં પહેલીવાર કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાનના વિષયને સરળ રીતે સમજવા ફ્રી ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર)+3 ડી વીડિયો દર્શન મોબાઇલ એપ્લીકેશન રજૂ કરવામાં આવી છે.
કુમાર પ્રકાશન કેન્દ્રના સ્થાપક હેતલ શાહે જણાવ્યું હતું કે, આ એપ્લીકેશનની મદદથી ગુજરાતી અથવા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકશે. દૂરના ગામડાંઓમાં વસતાં વિદ્યાર્થીઓ પણ આ એપ્લીકેશનની મદદથી અને 3ડી વીડિયો દર્શનનો ઉપયોગ કરીને કુશળતા વિકસાવી શકશે.