Home /News /gujarat /કુલભૂષણને બચાવવા તમામ પ્રયાસ કરાશે : વિદેશ મંત્રી સુષમા સ્વરાજ
કુલભૂષણને બચાવવા તમામ પ્રયાસ કરાશે : વિદેશ મંત્રી સુષમા સ્વરાજ
રાજ્યસભામાં કેન્દ્રિય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ કુલભૂષણ જાધવને સંભળાવાયેલ સજા અંગે દુ:ખ વ્યક્ત કર્યું, એમણે વિપક્ષોને વિશ્વાસ અપાવ્યો કે સરકાર કુલભૂષણને બચાવવા માટે તમામ પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે, જાધવ પરિવાર સાથે ત્રણ વખત મુલાકાત કરી છે આ મામલે રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરાશે.

નવી દિલ્હી #રાજ્યસભામાં કેન્દ્રિય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ કુલભૂષણ જાધવને સંભળાવાયેલ સજા અંગે દુ:ખ વ્યક્ત કર્યું, એમણે વિપક્ષોને વિશ્વાસ અપાવ્યો કે સરકાર કુલભૂષણને બચાવવા માટે તમામ પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે, જાધવ પરિવાર સાથે ત્રણ વખત મુલાકાત કરી છે આ મામલે રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરાશે.
સાથોસાથ સુષમા સ્વરાજે કહ્યું કે, કુલભૂષણ વિરૂધ્ધ પાકિસ્તાન પાસે કોઇ ઠોસ પુરાવા પણ નથી. જાધવ સામે પાકિસ્તાને જે પણ આરોપ લગાવ્યા છે તે મનઘડત અને હાસ્યાસ્પદ છે. જાધવ દ્વારા પાકિસ્તાનમાં કંઇ પણ ખોટુ કરવા અંગેના કોઇ પુરાવા નથી. જાધવને ન્યાય અપાવવા માટે ભારત કોઇ કસર નહીં રાખે. જો ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મોતની સજા આપવામાં આવે છે તો પડોશી દેશ સાથેના સંબંધો પર સીધી અસર પડશે.
આ પહેલા લોકસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. વિપક્ષોના સવાલ અંગે ગૃહ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, જાધવને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે જેને લઇને દેશ ચિંતિત છે એટલું જ નહીં આક્રોશિત પણ છે. સરકાર આ સજાને આકરા શબ્દોમાં વખોડી કાઢે છે. જાધવને બચાવવા માટે ભારત સરકારથી જે કંઇ પણ થશે એ કરશે, કુલભૂષણ સાથે ન્યાય થશે.