Home /News /gujarat /કોસીના તાલુકાના દાતોડ ગામમાં ચડોતરાના ખોટા કેસમાં ફસાવવાનો મામલો, HCએ સાબરકાંઠા અને બનાસકાંઠાના SP અને કલેક્ટરને ફટકારી નોટિસ
કોસીના તાલુકાના દાતોડ ગામમાં ચડોતરાના ખોટા કેસમાં ફસાવવાનો મામલો, HCએ સાબરકાંઠા અને બનાસકાંઠાના SP અને કલેક્ટરને ફટકારી નોટિસ
કોસીના તાલુકાના દાતોડ ગામમાં એક વ્યક્તિની હત્યાને ચડોતરાનું સ્વરૂપ આપી એક પરિવારના છ લોકોને સામે કેસ થયેલો છે. આ ઘટના બાદ, પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી છે.
કોસીના તાલુકાના દાતોડ ગામમાં એક વ્યક્તિની હત્યાને ચડોતરાનું સ્વરૂપ આપી એક પરિવારના છ લોકોને સામે કેસ થયેલો છે. આ ઘટના બાદ, પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી છે.
અમદાવાદ# કોસીના તાલુકાના દાતોડ ગામમાં એક વ્યક્તિની હત્યાને ચડોતરાનું સ્વરૂપ આપી એક પરિવારના છ લોકોને સામે કેસ થયેલો છે. આ ઘટના બાદ, પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના એસપી અને કલેક્ટરને નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી જુલાઈ માસમાં હાથ ઘરાશે.
સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, વર્ષ 1994માં તે સમયના ખેડબ્રહ્મા અને હાલના કોસીના તાલુકાના દાતોડમાં એક વ્યક્તિની હત્યા થઈ હતી અને તેને ચડોતરાનું નામ આપી તેને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યા છે. આ પછી, ગામના માથાભારે સરપંચે પરિવારને ગામમાંથી હાંકી કાઢ્યો અને તેના ઘર, જમીન અને પશુઓ પર કબજો કર્યો છે.
આ ઘટના બાદ, પરિવાર છેલ્લા 22 વર્ષથી અંબાજીના જંગલોના અંતરિયાળ વિસ્તારમાં દુનિયાથી એકલો અટુલો રહેવા લાચાર છે. આ પરિવારમાં હાલ 97 લોકો છે. આ પરિવારનું પુનર્વસન કરાવવામાં આવે, તેમની જમીન અને મિલકત પરત અપાવવામાં આવે.
મહત્વનું છે કે, આદિવાસી પ્રજામાં ચડોતરાની એક પ્રથા છે. જેમાં કોઈ વ્યક્તિની હત્યા થાય અથવા તો અકુદરતી મોત થાય તો તેના માટે જવાબદાર લોકો સામે મૃતકના પરિવારજનો બદલો લેવાની જાહેરાત કરે છે અને નિર્ધારિત સમય નક્કી કરી તેમના ઘર પર હુમલો કરતા હોય છે.