નવી દિલ્હી # ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીમાં શાનદાર જીત બાદ ટી-20 રેન્કિગમાં ટીમ ઇન્ડિયા અને વિરાટ કોહલી નંબર વન બન્યા છે. ટીમ રેન્કિગમાં ટીમ ઇન્ડિયાએ મેદાન માર્યું છે તો ટોપ બેટ્સમેનમાં વિરાટ કોહલી મોખરે રહ્યો છે.
વિરાટ કોહલીએ આરોન ફિન્ચને પાછળ રાખી દઇને આ સ્થાન મેળવ્યું છે. આઇસીસી દ્વારા જાહેર કરાયેલ લેટેસ્ટ રેન્કિગ અનુસાર વિરાટ કોહલીએ આ શ્રેણીમાં 47 પોઇન્ટ મેળવ્યા છે અને આ સાથે કુલ 892 પોઇન્ટ સાથે તે ફિન્ચ કરતાં આગળ નીકળી ગયો છે. કોહલીએ ત્રણ મેચમાં અણનમ 90 રન, અણનમ 59 અને 50 રન બનાવ્યા હતા.
ફિન્ચે એડીલેડમાં 44 અને મેલબોર્નમાં 74 રન બનાવ્યા હતા. તેણે આ શ્રેણીમાં માત્ર 14 પોઇન્ટ જ મેળવ્યા હતા. હેમસ્ટ્રિંગ ઇજાને કારણે આ શ્રેણીની છેલ્લી મેચ રમી શક્યો ન હતો. ભારતનો સુરેશ રૈના ત્રણ સ્ટેપ ઉપર આવતાં 13મા સ્થાને આવ્યો છે. જ્યારે ઓપનર રોહિત શર્મા ચાર સ્ટેપ આગળ આવીને 16મા સ્થાને આવ્યો છે.
બોલિંગમાં વેસ્ટ ઇન્ડિઝનો દબદબો છે. બોલર રેન્કિગમાં વેસ્ટ ઇન્ડિઝનો સુનીલ નારાયણ મોખરે છે. જ્યારે સૈમ્યુઅલ બદ્રી બીજા સ્થાને છે. ટીમ ઇન્ડિયા આ શ્રેણી જીત સાથે ટીમ રેન્કિંગમાં મોખરે રહ્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયા આઠમા સ્થાન પર ગયું છે.
T20 ટીમ રેન્કિગ
રેન્ક દેશ મેચ પોઇન્ટ રેટીંગ
1 ભારત 17 2032 120
2 વેસ્ટઇન્ડિઝ 19 2249 118
3 શ્રીલંકા 19 2242 118
4 ઇંગ્લેન્ડ 20 2330 117
5 ન્યૂઝીલેન્ડ 24 2787 116
T20 બેટ્સમેન રેન્કિગ
રેન્ક ખેલાડી રેટીંગ
1 વિરાટ કોહલી 892
2 એરોન ફિન્ચ 868
3 એલેક્સ હેલ્સ 795
4 ફ્રેન્કોસિસ ડ્યૂ પ્લેસિસ 758
5 માર્ટિન ગુપ્ટીલ 740
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર