રાજ્ય સરકાર છેલ્લા 3 વર્ષમાં NEET માટે શૈક્ષણિક તૈયારી કરવામાં નિષ્ફળ!

અમદાવાદઃજો આવતા વર્ષે નીટ લેવાય તો પણ હોબાળો થવાની પૂરેપૂરી શક્યતા છે, એવું મેડિકલના વિદ્યાર્થીઓ તેમજ નિશ્ણાતો માને છે. નીટ લાગુ કરવી હોય તો કમસેકમ બે વર્ષ તૈયારી માટે જોઇએ. ઉલ્લેખનીય છે કે નીટ માટે રાજ્યમાં શૈક્ષણિક તૈયારી કરવામાં આવશે એવી બાંહેધરી ખુદ રાજ્ય સરકારે 2012માં સુપ્રિમ કોર્ટને આપી હતી, છતાં રાજ્ય સરકાર હજી સુધી કશું કરી શકી નથી. રાજ્ય સરકાર એમાં સરિયમ નિષ્ફળ ગઇ છે. રાજ્ય શિક્ષણ વિભાગની મુરાદો પર સવાલ ઊભા થયા છે.

સુપ્રિમ કોર્ટે હવે મેડિકલ માટે નીટને જ માન્યતા આપી છે ત્યારે સમજવાની વાત એ પણ છે કે જો આવતા વર્ષે ગુજરાતમાં નીટની પરિક્ષા યોજાય તો પણ હાલમાં જે પ્રકારના વાંધાવિરોધ સ્ટુડન્ટ્સ અને તેમના પેરન્ટ્સ દ્વારા ઊઠ્યા તે ઉઠવાની શક્યતા છે. કારણકે, મેડિકલની પરિક્ષા માટે જે વિદ્યાર્થીઓએ હવે 11મા ધોરણમાંથી 12માં ધોરણમાં આવશે.
તેમજ જેઓ હાલ12મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે તેમાંના ઘણા સ્ટુડન્ટ્સે ગુજકેટના અભ્યાસક્રમ મુજબ તૈયારી કરી છે. તેમણે નીટ અંતર્ગત જ પરિક્ષા આપવાની હોય તો તેમનો એક કે દોઢ વર્ષનો અભ્યાસ જ અડધોઅડધ એળે જાય. નિષ્ણાતો અને સ્ટુડન્ટ્સ માને છે કે નીટ લાગુ કરવી હોય તો 2018થી લાગુ થાય તો બહેતર રહે.
વન કન્ટ્રી વન ટેસ્ટ અંતર્ગત 2012થી કેન્દ્ર સરકારે નીટ લાગુ કરી હતી. વિપક્ષો હોબાળો કરતાં એ પરિક્ષા પાછી ઠેલાતી રહી. મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો અને સુનાવણી શરૂ થઇ ત્યારે 2012માં ગુજરાત સહિતના રાજ્યોએ નીટ લાગુ કરવા માટે ત્રણ વર્ષનો સમય માગ્યો હતો. મુદ્દાની વાત એ છે કે ગુજરાત હજી પણ નીટ માટે તૈયાર નથી. વાત માત્ર આ વર્ષની નથી. નીટ લાગુ કરવી હોય તો ગુજરાતમાં 2018થી લાગુ કરવી બહેતર પડે, નહીંતર આવતા વર્ષે એ જ હોબાળા ફરી જોવા મળશે જે આ વર્ષે જોવા મળી રહ્યા છે.
મેડિકલ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે,નીટ ખરેખર આવકાર્ય છે. એને લીધે પારદર્શીતા આવશે. પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં પણ મેરિટ લીસ્ટમ લાગુ પડશે. સવાલ એ છે કે ત્રણ ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન રાજ્ય શિક્ષણ વિભાગ નીટ માટે શૈક્ષણિક તૈયારી કરવામાં નિષ્ફળ રહ્યો છે ત્યારે આવતા વર્ષે તૈયારી કરી શકશે ? શક્યતા ધુંધળી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર