Home /News /gujarat /

અમદાવાદઃ પતંગ ચગાવતી યુવતીનો વીડિયો ઉતારતા બબાલ, 3ને છરી મારી

અમદાવાદઃ પતંગ ચગાવતી યુવતીનો વીડિયો ઉતારતા બબાલ, 3ને છરી મારી

    અમદાવાદમાં યુવતીઓના વીડિયો ઉતારવા બાબતે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સમગ્ર ઘટનામાં ત્રણ લોકોને છરી ઘા મારવામાં આવ્યા હતા. ઘટના બહેરામપુરામાં સર્જાય હતી. તો ઘાયલોને વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

    અહીં ક્લિક કરી વાંચો: કોમ્પ્યુટર ડેટા પર નજર રાખવાના ઓર્ડર પર સુપ્રીમે કેન્દ્રને આપી નોટિસ

    પ્રાથમિક વિગત પ્રમાણે અમદાવાદ શહેર બહેરામપુરામાં આવેલી ગુલાબનબીની ચાલીમાં ધાબા પર યુવતીઓ પતંગ ચગાવી રહી હતી. સાથે જ ડીજેના તાલે ગરબે રમી રહી હતી. આ દરમિયાન કેટલાક યુવકો ડાંસ કરી રહેલી યુવતીઓના મોબાઇલમાં વીડિયો બનાવી રહ્યાં હતા. જેઓને અન્ય ત્રણ યુવકો ટપારતા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું અને બોલાચાલી બાદ ત્રણ યુવકોને છરીના ઘા મારવામાં આવ્યા હતા.

    તો સમગ્ર ઘટનામાં ત્રણ યુવકો ઘાયલ થયા છે, જેઓને વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પોલીસે પ્રાથમિક વિગતો નોંધી ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Kite Festival, Knife attack

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन