Home /News /gujarat /

ગાંધીનગર સિરિયલ કિલિંગ કેસમાં મોટો ખુલાસો, 'રાની'ની કોઈ સંડોવણી નહીં

ગાંધીનગર સિરિયલ કિલિંગ કેસમાં મોટો ખુલાસો, 'રાની'ની કોઈ સંડોવણી નહીં

રાની કિન્નર સીસીટીવીમાં ઝડપાયો હતો.

હાલ આ મામલામાં ગાંધીનગર પોલીસની સાથે મુંબઇ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

    નવીન ઝા, ગાંધીનગર: દંતાલી, કોબા અને શેરથા ગામમાં ત્રણ હત્યાઓને અંજામ આપનારા સિરિયલ કિલિંગ મામલામાં મોટો ખુલાસો થયો છે. અત્યાર સુધી જે કિન્નરને સિરિયલ કિલર માનવામાં આવતો હતો તેની સાથે એટીએસએ પૂછપરછ કરી છે. જેમાં ખુલાસો થયો છે કે રાની કિન્નરની આ હત્યાઓમાં સંડોવણી નથી. સીસીટીવીમાં જે વ્યક્તિ દેખાઇ રહ્યો છે તે હજી પોલીસ પકડથી દૂર છે. હાલ આ મામલામાં ગાંધીનગર પોલીસની સાથે મુંબઇ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

    ઇનામની પણ કરી હતી જાહેરાત

    ગાંધીનગરમાં છેલ્લા ચાર મહિનામાં ત્રણ હત્યા કરનારા સિરિયલ કિલરે ફફડાટ ફેલાવ્યો છે. પોલીસે હત્યા સ્થળ સહિતના અનેક સીસીટીવી ફૂટેજની તપાસ કરતા હત્યારો રાની વ્યંડળ હોવાની શંકા મજબુત બની હતી. પોલીસે આરોપીની તસવીર અને સ્કેચ તૈયાર કરીને એક પત્રિકાઓ પણ બહાર પાડી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે 'ગાંધીનગર હત્યાનાં શકમંદ. ગુજરાત પોલીસને જાણ કરવા માટે 7621002311 પર સંપર્ક કરો. જાણ કરનારને યોગ્ય ઇનામ મળશે.'

    આ પણ વાંચો: પગાર જમા થયાની પાંચ મિનિટમાં પૈસા થયા ગાયબ, તમે પણ રાખો ધ્યાન!

    જાણો શું હતો આખો મામલો

    નોંધનીય છે કે ઓક્ટોબરથી શરૂ થયેલા હત્યાના સિલસિલામાં ત્રણેય હત્યાઓ એક સરખી અને એક પિસ્તોલથી થઈ હોવાનું માલુમ પડતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ સીટની રચના કરી હતી. જેમાં વિવિધ દરજ્જાના અધિકારીઓ અને એજન્સીઓને સામેલ છે. દિવસો સુધી અજાણ્યા હત્યાને શોધવા માટે પોલીસે સંખ્યાબંધ સ્થળના CCTV ફુટેજ મેળવ્યા હતા. પણ કોઈ ચોક્કસ કડી મળી નહોતી. પરંતુ મોડે મોડે તમામ હત્યા સ્થળ પાસે લોંગ કોટ અને ટોપી પહેરેલી વ્યક્તિ હોવાની જાણકારી મળી હતી. ઉપરાંત આ વ્યકિતના CCTV ફૂટેજ પણ મળ્યા હતા. પોલીસ દ્વારા આ ફૂટેજ અને તેના આધારે તૈયાર કરાયેલા ફોટોગ્રાફ અને સ્કેચને અનેક લોકોને બતાડી તેની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં તેની ઓળખ કિન્નર રાની તરીકે થઇ હતી.

    14મી ઓક્ટોમ્બરથી શરૂ થયેલ આ હત્યાના સીલસીલામાં કોઇ સીરીયલ કિલર હોવાનું પોલીસ માની રહી છે. જો ત્રણેય બનાવ પર નજર કરીએ તો...

    હત્યા નંબર - 1

    તારીખ 14મી ઓક્ટોમ્બર, 2018
    સ્થળ - દંતાલી ગામ
    મરણ જનાર - જયરામભાઇ રબારી ઉંમર - 60
    લુંટ - 70 હજારના દાગીના

    હત્યા નંબર - 2

    તારીખ 9મી ડિસેમ્બર 2018
    સ્થળ - પ્રેક્ષાભારતી નજીક, કોબા
    મરણ જનાર - કેશવદાસ પટેલ ઉંમર - 75

    હત્યા નંબર - 3

    તારીખ 26મી જાન્યુઆરી
    સ્થળ - શેરથા ટીંઢોળા ગામ રોડ
    મરણ જનાર - જુઠાજી મગનજી ઠાકોર ઉંમર - 45
    લુંટ - 2.5 લાખના દાગીના
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat police, Mumbai Police, Serial killer, અમદાવાદ, ગાંધીનગર`, ગુજરાત

    આગામી સમાચાર