Home /News /gujarat /Politics in Gujarat: સત્તા-સમાજ અને સાંઠગાંઠ, શું નરેશ પટેલ આગામી સપ્તાહે ભાજપમાં જોડાશે? 

Politics in Gujarat: સત્તા-સમાજ અને સાંઠગાંઠ, શું નરેશ પટેલ આગામી સપ્તાહે ભાજપમાં જોડાશે? 

નરેશ પટેલ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાં નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે

નરેશ પટેલ અને ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયા એ કહ્યું હતું કે, સમિતિ પોતાનો રિપોર્ટ એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં સોંપી શકે છે. સમિતિ પોતાનો રિપોર્ટ સોંપ્યા બાદ એપ્રિલ મીડ અથવા તો  એપ્રિલના ત્રીજા વીકમાં નરેશ પટેલ પોતાના સક્રિય રાજકારણ અંગે જાહેરાત કરશે.

વધુ જુઓ ...
છેલ્લા કેટલાય સમયથી નરેશ પટેલ (Naresh Patel) સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ? સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે તો કઈ પાર્ટીમાં પ્રવેશ કરશે તે બાબતની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર (Saurastra)ના સૌથી મોટા સાંધ્ય દૈનિક અકિલાએ એક અહેવાલ પ્રસારીત કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે નરેશ પટેલ કેસરિયા (Naresh patel Join BJP) કરવાની તૈયારીમાં છે. ખોડલધામ (Khodaldham)ના સર્વેસર્વાની પસંદગી ભારતીય જનતા પાર્ટી (BJP) હશે. તો સાથે જ ટીમ નરેશનો ઝુકાવ પણ ભારતીય જનતા પાર્ટી તરફ જોવા મળી રહ્યો છે. નરેશ પટેલ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાં નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે. તેમજ દિલ્હી અને ગાંધીનગરમાં ઊંચા હોદ્દા પર બેઠેલા નેતાઓ સાથે ડિનર ડિપ્લોમા પણ કરી હોવાની ભારે ચર્ચા થઈ રહી છે.



નરેશ પટેલ અને ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયા એ કહ્યું હતું કે, સમિતિ પોતાનો રિપોર્ટ એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં સોંપી શકે છે. સમિતિ પોતાનો રિપોર્ટ સોંપ્યા બાદ એપ્રિલ મીડ અથવા તો  એપ્રિલના ત્રીજા વીકમાં નરેશ પટેલ પોતાના સક્રિય રાજકારણ અંગે જાહેરાત કરશે. ત્યારે એપ્રિલનું પ્રથમ સપ્તાહ પૂર્ણ થવાની તૈયારી છે. આગામી સપ્તાહમાં ખોડલધામની સમિતિ પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. જે બાદ નરેશ પટેલ ખરા અર્થમાં ભાજપમાં જોડાશે કે કેમ તેમજ ભાજપમાં જોડાઈ ચૂંટણી લડશે કે કેમ તે વાત સ્પષ્ટ થઈ જશે.

આ પણ વાંચો- EDની મોટી કાર્યવાહી, સંજય રાઉતની પત્ની અને સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપત્તિ જપ્ત કરી

શું ભાજપમાં જોડાઈ માત્ર પાટીદારોનું હિત સાચવશે નરેશ પટેલ? 

નરેશ પટેલ ચાર મહિના પૂર્વે સતત એવું કહેતા આવ્યા છે કે સરપંચથી સાંસદ અને ક્લાર્કથી કલેકટરના હોદ્દા પર પાટીદાર હોવો જોઈએ. પરંતુ એક સપ્તાહ પૂર્વે ખોડલધામ સરદાર પટેલ ભવન ખાતે નરેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. જે નિવેદનમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે હું ક્યારેય પણ એવું બોલ્યો નથી કે સરપંચથી સાંસદ તેમજ ક્લાર્કથી કલેકટરના હોદ્દા પર માત્ર પાટીદાર હોવા જોઈએ. હું ભૂતકાળમાં એવું બોલ્યો હતો કે સરપંચથી સાંસદ તેમજ ક્લાર્કથી કલેકટરના હોદ્દા પર યુવાનો હોવા જોઈએ. જે પ્રમાણે મુખ્યપ્રધાનના પદ પર વિજય રૂપાણી ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે પણ નરેશ પટેલ એવું કહેતા હતા કે મુખ્ય પ્રધાનપદ પર એક પાટીદાર હોવો જોઈએ. યોગાનુંયોગ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય રૂપાણી બાદ મુખ્યપ્રધાન પદ પર એક કડવા પટેલ સમાજમાંથી આવતા ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્ય પ્રધાનપદ પર બેસાડ્યા. આમ નરેશ પટેલની જે માંગ હતી. તેમનું જે નિવેદન હતું તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ મુખ્ય પ્રધાનપદ પર એક પાટીદાર ચેહરાને બેસાડ્યો છે. અગાઉ પણ ખોડલધામ તેમજ નરેશ પટેલ દ્વારા રાજકારણ હોય કે પછી સરકારી વિભાગ અનેક વખત પોતાના લેઉવા પટેલ સમાજના વ્યક્તિને સ્થાન મળે તે માટે પ્રયત્ન કર્યા હોય અને તે પ્રયત્ન સફળ પણ રહ્યા હોય તેવા પણ અનેક દાખલા જોવા મળ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇને શું નરેશ પટેલ સર્વ સમાજના હિતકારી બનીને રહેશે કે પછી માત્ર અને માત્ર લેઉવા પટેલ સમાજના હિતનું જ કામ કરશે?

આ પણ વાંચો- અમદાવાદ: 9 વર્ષની છોકરીને હતી વાળ ખાવાની ટેવ, કરવું પડ્યુ ઓપરેશન

શું નરેશ પટેલ બદલશે પોતાની વિચારસરણી? 

નરેશ પટેલ અને તેમનો પરિવાર દાયકાઓથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો છે તેવું અનેક વખત અનેક રાજકીય નેતાઓની નિવેદન આપી ચૂક્યા છે. થોડાંક સમય પૂર્વે જ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા એ નિવેદન આપતાં જણાવ્યું હતું કે નરેશ પટેલ અને તેમનો પરિવાર મનોહરસિંહ જાડેજાના વખતથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. તેમજ નરેશ પટેલ વર્ષ 2009 ની લોકસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા કડવા પટેલ સમાજના ચહેરા કિરણ પટેલને હરાવવા માટે કોંગ્રેસ પક્ષ સાથે રહ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમજ ચૂંટણી સમયે પ્રચાર-પ્રસાર કોંગ્રેસના ઉમેદવાર કુવરજી બાવળીયા ની તરફેણમાં કરતા હોવાના પણ ફોટાઓ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

આ પણ વાંચો- Multibagger Stock: ટાટા ગ્રુપના આ શેરમાં સતત પાંચમા દિવસે લાગી અપર સર્કિટ, શું હજુ પણ રોકાણ કરી શકાય?

નરેશ ભાઈ સ્વાસ્થ્ય અને શિક્ષણની સ્થિતિ સતાધારી પક્ષના સમયમાં બદલાશે?

થોડાંક સમય પૂર્વે નરેશ પટેલના ઘરે ન્યુઝ 18 ગુજરાતી ના સંવાદદાતા અંકિત પોપટે સવાલ કર્યો હતો કે, નરેશભાઈ તમારા જ સમાજના લોકો કહે છે કે નરેશભાઈ નો પડતો બોલ ભારતીય જનતા પાર્ટી ઝીલી લે છે. તો શું આપ જે પ્રકારનો સ્વાસ્થ્ય અને શિક્ષણ ની અંદર સુધારો લાવવામાં આવી રહ્યા છો તે સત્તાધારી પક્ષ માં શક્ય છે કે કેમ? તે બાબતે નરેશ પટેલે જવાબ આપતા કહ્યું હતું કે તમને લાગે છે કે સત્તાધારી પક્ષના કાર્યકાળમાં તે શક્ય છે? ત્યારે સૌથી મોટો સવાલ તો અહીંયા ઊભો થાય છે કે શું નરેશ પટેલ ભાજપમાં જોડાયા બાદ સ્વાસ્થ્ય અને શિક્ષણની સ્થિતિ સુધરે તે માટે કાર્ય કરશે કે કેમ? નરેશ પટેલને જે પાર્ટી બે દાયકાઓથી સત્તામાં છે તેના પર સ્વાસ્થ્ય અને શિક્ષણની નીતિ બાબતે ભરોસો નથી તો શા માટે નરેશ પટેલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે.

નરેશ પટેલના કેસરીયા કરવાથી શું પુત્ર કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર નહિ કરે? 

સૌરાષ્ટ્રના સૌથી મોટા સાંધ્ય દૈનિક અકિલા દાવો કર્યો છે કે, નરેશ પટેલ કેસરિયા કરશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે કોંગ્રેસના ત્રણ જેટલા ઉમેદવારોના કાર્યાલયની મુલાકાત લીધી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ રૈયાણી ની સામે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મિતુલ દોંગા અને ઉતર્યા હતા તેમના કાર્યાલય ખાતે શિવરાજ પટેલ ગયા હતા. વિધાનસભા ક્ષેત્ર 70ના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર દિનેશ ચોવટીયા ના કાર્યાલય ખાતે શિવરાજ પટેલે પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી. તો જેતપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રવિ આંબલીયા માટે ત્રણથી ચાર દિવસનું રોકાણ પણ કર્યું હોવાનું સમાચાર માધ્યમથી સામે આવ્યું હતું. આમ, જો આગામી દિવસમાં નરેશ પટેલ કેસરિયા કરશે. તો શું આગામી 2022 ની ચૂંટણીમાં નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ કોંગ્રેસના ઉમેદવારોના સમર્થન માં ઉતરી પ્રચાર કરશે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:rakesh parmar
First published:

Tags: ( નરેશ પટેલ ), 2022 Assembly elections, Gujarati news, KhodalDham, Khodaldham Trust