નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
Gujarat Congress: કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, પાટીદાર અગ્રણી નરેશ પટેલ ટૂંક સમયામાં કોંગ્રેસમાં જોડાશે. જોકે આ દરમિયાન કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ એવું પણ કહ્યુ હતું કે, નરેશ પટેલને CM પદ આપવા માટે હાલમાં કોઇ ચર્ચા થઇ નથી.
ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી (Assembly elections in Gujarat) પહેલા જ ભાજપ-કોગ્રેસ (BJP-Congress) અને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે અને ચૂંટણી પહેલા જ તમામ પાર્ટીઓ રાજ્યના મોટા માથાઓને અને સામાજીક અગ્રણીઓને પોતાની તરફ ખેંચી રહ્યા છે. ત્યારે પાટીદાર અગ્રણી અને ખોડલધામ (Khodaldham)ના પ્રમુખ નરેશ પટેલ પણ રાજકારણમાં ઝંપ લાવે તેવી અટકળો લગાવાઇ રહી હતી. ત્યાં જ આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ નરેશ પટેલ (Naresh Patel) મામલે બેઠક યોજી હતી. જે બાદ કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, નરેશ પટેલ આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે.
જણાવી દઇએ કે, ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણીના સંકેતો વચ્ચે રાજકીય ઉથલ પાથલનો દોર શરૂ થવા લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસ પણ ભાજપને ઘેરવા માટે સ્ટ્રેટેજી ઘડી રહી છે અને તેના માટે પુરેપૂરું ગ્રાઉન્ડ વર્ક પણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, પાટીદાર અગ્રણી નરેશ પટેલ ટૂંક સમયામાં કોંગ્રેસમાં જોડાશે. જોકે આ દરમિયાન કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ એવું પણ કહ્યુ હતું કે, નરેશ પટેલને CM પદ આપવા માટે હાલમાં કોઇ ચર્ચા થઇ નથી.
ઉલ્લેખનિય છે કે, જો નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે તો સૌરાષ્ટ્રના પાટીદારોનો સીધો સાથ પાર્ટીને મળશે અને તેઓને ઇલેક્શનમાં ખુબ જ મોટો ફાયદો મળી શકે છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
અગાઉ નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશવાને લઇ જણાવ્યું હતું કે, હું રાજકાણમાં આવું તો મારે ખોડલાધામ ટ્ર્સ્ટનું ચેરમેન પદ છોડવું પડે. માટે હાલમાં સમાજની સાથે આ અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન નરેશ પટેલે એવું પણ જણાવ્યું હતું કે, સમાજમાં થતા સર્વેમાં કેટલા દિવસો લાગશે તે વિશે કંઇ કહી શકાય નહીં. માટે સર્વે થયા બાદ જ તેઓ કોઈ રાજનીતિક પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લેશે.
ઉલ્લેખનીય છે કે, ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે થોડા મહિનાઓ અગાઉ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. જોકે તે બાદ જ રાજ્યમાં વિજય રૂપાણીના સ્થાને ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી પદે વરણી થઇ હતી.